તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 23rd January 2025
બે સ્કૂલના છાત્રોને ટ્રાફિક નિયમોની સમજ અપાઇ
ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીઆઇ જે. એસ. ગામીત અને પીએસઆઇ એ. કે. રાઠોડની ટીમે સાડાચારસો છાત્રોને માર્ગદર્શન આપ્યું

રાજકોટઃ કેકેવી ચોક ખાતે જી.ટી. શેઠ હાઇસ્કૂલ ખાતે ધોરણ ૯થી ૧૨ના છાત્રોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા અને સ્કૂલ તરફથી સારા માર્કસ મેળવનારા છાત્રોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫૦ છાત્રોએ ભાગ લીધો હતો. બીજી તરફ સર્વોદય સ્કૂલ ખાતે રોડ સેફટી મંથની ઉજવણી અંતર્ગત ૩૦૦ છાત્રોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ અપાઇ હતી. તેમજ તેમના પરિવારના લોકો પણ નિયમોનું પાલન કરે તે માટે સમજ અપાઇ હતી. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીઆઇ જે. એસ. ગામીત અને પીએસઆઇ એ. કે. રાઠોડ તથા ટીમે આ બંને કાર્યક્રમોમાં સમજ આપી હતી.
(2:47 PM IST)










