તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
અમદાવાદમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટને કારણે હોટલોના ભાડા વધ્યા
25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટશે

અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાનાં છે. ત્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનાં ભાડા આભને આંબી રહ્યા છે. બીજી તરફ લગ્ન સિઝનને કારણે પણ હોટલો બુક છે ત્યારે હોટલ સંચાલકોમાં ખુશીની લહેર છે. શહેરમાં સતત આવા આયોજનોને કારણે હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને વેગ મળી રહ્યો છે
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
