<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ગુજરાત યુનિવર્સિટીના આધ્યાપક દ્વારા નાણાકીય ઉચાપતના કેસમાં 10 લોકોના નિવેદન લેવાયા

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ 19 લોકોને નોટિસ આપીને નિવેદન માટે બોલાવવામાં આવ્યા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા નાણાકીય ઉચાપતનો મામલે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી 10 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ 19 લોકોને નોટિસ આપીને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા, રજીસ્ટ્રાર પીએમ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકર, એનિમેશન વિભાગના કો. કોર્ડીનેટેર હાર્દિક જોશી સહિત કુલ પાંચ નોલેજ પાર્ટનર એજન્સીના નિવેદન લેવાયાં છે. તપાસ માટે ખાસ સીએની પણ નિમણૂક કરવામાં આવી છે.

(9:11 PM IST)