<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મહત્વના સમાચાર, ઉડતી નજરે...: * દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અતિશી અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીના કેસ ઉપર આજે દિલ્હીની અદાલતમાં સુનાવણી * આજે અને આવતીકાલે ભારતીય જનતા પક્ષના નેતાઓ દેશભરમાં બિહાર દિવસ મનાવી રહ્યા છે * તામિલનાડુના મુખ્યમંત્રીએ આજે સીમાંકનને લઈને દક્ષિણના રાજ્યોના મુખ્યમંત્રીની અગત્યની બેઠક બોલાવી છે * નવી મુંબઈના શિરાવને ખાતે મહારાષ્ટ્ર ઉદ્યોગિક વિકાસ નિગમ ક્ષેત્રમાં આગ ફાટી નીકળી * કચ્છમાં અંજારના સાપેડા ગામ નજીક બાઇક પર જતા યુવકોને અજાણ્યા વાહને અડફેટે લેતા બે યુવકના મૃત્યુ * હરિયાણાના પાણીપતમાં જનનાયક જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન રવિન્દ્ર મિણાની ગોળી મારી હત્યા, બેને ઈજા * બિહારના અરરિયા નરપતગંજ ખાતે ગુંડાઓ સાથે સ્થાનિક પોલીસ અને એસટીએફ વચ્ચે એન્કાઉન્ટર, ત્રણ પોલીસો ઘવાયા, એક ગુંડો ઠાર મરાયો, એક ભાગી ગયો * ભૂતપૂર્વ હેવી વેઇટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું ૭૬ વર્ષની વયે અવસાન થયું: ૮૧ મેચમાંથી ૭૬ જીત્યા હતા10:53 AM IST

આયુર્વેદ દવાની અસર ઘટવાનું કારણ ગ્‍લોબલ વોર્મિંગ અને જંકફૂડઃ ડો. ભૂપતરાય નિર્મલ : ગોંડલમાં રહી છેલ્લા ૩૫ વર્ષથી પણ વધુ સમયથી આયુર્વેદ ઔષધિઓમાં સંશોધન કરી વિવિધ રોગોમાં અને ખાસ કરીને નિઃસંતાન દંપતિઓ માટે તેમજ લિવરની બીમારીમાં ઇલાજ કરે છે. પહેલા નિઃસંતાન દંપતિઓને ૨ થી ૪ મહિનામાં આયુર્વેદ દવાથી પરિણામ મળતુ તેમાં આજે ગ્‍લોબલ વોર્મિંગ અને ફાસ્‍ટફુડ વગેરેને કારણે રોગ પ્રતિકાર શકિત ઘટતા પરિણામ જલ્‍દી મળતુ નથી, વર્ષો પહેલા હું અને મારા પત્‍નિ ઔષધીઓ હાથે ખાંડતા. હાલ ગોંડલના મોવિયા રોડ પર ‘‘જય ભગવાન ઔષધ ભંડાર ફાર્મસી'' શરુ કરી છે. અમુક ઔષધિઓ અપ્રાપ્‍ય છે જે ભારતના અમુક સ્‍થાનમાં જ થાય છે અને રોગમાં ૭૨ કલાકમાં જ તેનું પરિણામ જોવા મળે છે. અમુક ઔષધિઓનો શાષાોમાં ઉલ્લેખ નથી તે ઔષધિઓ ડો. નિર્મલે ૮ થી ૧૦ વર્ષની મહેનત પછી પ્રાપ્‍ત કરી છે3:32 PM IST