News of Saturday, 22nd March 2025
ગેરકાયદે રેતી ભરેલા ઓવરલોડ બે ડમ્પરને ટ્રાફિક બ્રાંચે પકડી લીધા
ખાણ ખનીજ વિભાગને સાથે રાખીને કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં ઓવરલોડ વાહનોને કારણે અવાર-નવાર અકસ્માતના બનાવ બનતા હોઇ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાએ આવા વાહનો સામે કાર્યવહી કરવા સુચના આપતાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે મળી સંયુક્ત ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વગરના રેતી ભરેલા બે ડમ્પરને ડીટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક અંકિત ભટ્ટ, રોયલ્ટી પીઆઇ આઇ. એ. ઝાલા, માઇન્સ સુપરવાઇઝર રામદેવ નંદાણીયા, ટ્રાફિક પીઆઇ એમ. ડી. ગઢવી અને સ્ટાફે આ કામગીરી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી ટ્રાફિક જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ કરી હતી.
(4:49 PM IST)










