<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિજ્ઞાનમાં નવીનતાની સીમાઓને આગળ ધપાવતા રાજકોટના વૈજ્ઞાનિક ડો. કીર્તન દીક્ષિત : અમેરિકામાં નાસા ખાતે ઓપ્‍ટિકલ અને સેમિકન્‍ડક્‍ટર સંશોધનના : ડો. કીર્તન પી. દીક્ષિત મૂળ રાજકોટના છે. શહેરની કોટક સ્‍કૂલમાં અભ્‍યાસ કર્યા બાદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટથી બીએસસી, એમએસસી અને એમ.ફિલ કર્યુ : ત્‍યારબાદ યુએસએની ઓહિયો સ્‍ટેટ યુનિવર્સિટી (૨૦૧૮)માંથી ભૌતિકશાષામાં એમ.એ. થયા. અમેરિકા યુનિ. ઓફ અલબામાં ઇલેક્‍ટ્રીકલ એન્‍જીનિયરીંગ કર્યા બાદ પીએચડી થયા :તેઓ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્‍થા નેશનલ એરોનોટીક્‍સ એન્‍ડ સ્‍પેસ એડમીનિસ્‍ટ્રેશન (નાસા)માં માર્શલ સ્‍પેસ ફલાઇટ સેન્‍ટર (MSFC) ખાતે NASA પોસ્‍ટડોક્‍ટરલ રિસર્ચ ફેલો છે * હાલ LYNX આવા જ મિશન હેઠળ લીંક્‍સ ટેલીસ્‍કોપનું મિશન ચાલી રહ્યું છે જે અંતર્ગત ૨૦૩૦ થી ૩૫ સુધીમાં આ લિંક્‍સ વેધશાળા ચંદ્ર વેધશાળાને રિપ્‍લેસ કરશેઃ જેમાં ડો. દીક્ષિત ઉચ્‍ચ-રિઝોલ્‍યુશન એક્‍સ-રે મિરર્સના વિકાસ, ડિઝાઇન અને પરીક્ષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા છે. : ડો. દીક્ષિતના યોગદાનને કારણે તેમને પ્રતિષ્‍ઠિત NASAપોસ્‍ટડોક્‍ટરલ ફેલોશિપ (૨૦૨૪) અને SPIE ઑપ્‍ટિક્‍સ એન્‍ડ ફોટોનિક્‍સ એજ્‍યુકેશન સ્‍કોલરશિપ (૨૦૨૩) સહિત અનેક પુરસ્‍કારો મળ્‍યા છે 11:24 AM IST

સાવરકુંડલામાં સ્‍વ.ભગવાનબાપાની પ્રતિમા ભાવિ પેઢીને પ્રેરણા આપશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ : સબળ નેતળત્‍વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્‍ધ વિકાસ કામોને સરકારમાં ત્‍વરિત મંજૂરીઃ આ નૂતન વર્ષ વિકાસના નવતર સંકલ્‍પો સાકાર કરવાનું વર્ષ બની રહેશેઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ : આપણે સૌ વિકસિત ભારત ૨૦૪૭ને અમળતકાળ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્‍પમાં સહભાગી બનીએઃ ધરતીપુત્ર સ્‍વ. ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારા માટે ગૌરવની ક્ષણઃ સાવરકુંડલાની જનતાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રુ.૧૨૨ કરોડના વિકાસના પ્રકલ્‍પોની ભેટ આપતા મુખ્‍યમંત્રીઃ નાવલી નદી પર રિવરફ્રન્‍ટ બનાવવા રુ.૨૫ કરોડની ગ્રાન્‍ટ ફાળવતી રાજ્‍ય સરકાર12:19 PM IST