<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

પીએચડી પ્રવેશ પરીક્ષા ફીમાં વધારો

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા ૫૦૦ માંથી રૂપિયા ૧૫૦૦ ફી કરવામાં આવી : ૨૨૪ બેઠકો માટે ૨૨૧૨ ઉમેદવારો : ફી વધારા સામે કોંગ્રેસનો પ્રકોપ

 રાજકોટ તા. ૬ શિક્ષણ ક્ષેત્રે દરેક કક્ષામાં ફીનો વધારો દર વર્ષે નોંધાઈ રહ્યો છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વોચ્‍ચ પદવી ગણાતી પીએચડીની   પ્રવેશ પરીક્ષા માટે ત્રણ ગણો વધારો કરવામાં આવ્‍યો છે.

 સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યા શાખા હેઠળ કુલ ૨૯ વિષયોમાંથી માત્ર ત્રણ જ વિષયોની પરીક્ષા લેવાનાર છે. તેમ છતાં  પ્રવેશ પરીક્ષાની રજીસ્‍ટ્રેશન ફીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્‍યો છે. પહેલા પીએચડી  પ્રવેશ પરીક્ષા ફી ૫૦૦ હતી જે હવે રૂપિયા ૧૫૦૦ કરી નાખવામાં આવી છે

 આ પીએચડી  પ્રવેશ પરીક્ષા સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્‍યો છે. કુલપતિને ઘેરાવ સહિતના કાર્યક્રમોની ચીમકી આપવામાં આવી છે.

 સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા ૨૯ વિષયમાં પીએચડી કરવા માટે કુલ ૨૨૪ બેઠકો છે જેમાં ૨૨૧૨ વિદ્યાર્થીઓએ  પ્રવેશ માટે ઉત્‍સુકતા દર્શાવી છે.

(4:44 PM IST)