News of Wednesday, 6th November 2024
ચંદ્રાબાબુ નાયડુને કિસ કરવાનો પ્રયાસ કરતી મહિલાનો વિડિયો વાઇરલ

હૈદ્રાબાદ, તા.૬: આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં તેજીથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા તેમને ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. નાયડુ શનિવારે એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે આ મહિલાએ તેમને પહેલાં ફૂલનો ગુલદસ્તો આપ્યો અને એ પછી તેમને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. નાયડુએ આ મહિલાને રોકી હતી અને પછી તેમના સિકયૉરિટીના જવાનોએ પણ આ મહિલાને અટકાવી હતી
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
