News of Wednesday, 6th November 2024
નિવા બુપા હેલ્થ-ઇન્શ્યોરન્સ IPO 7 નવેમ્બરે ખુલશેઃ રોકાણકારો ૧૧ નવેમ્બર સુધી બિડ કરી શકશે, લઘુત્તમ રોકાણ રૂ.૧૪,૮૦૦

મુંબઇ, તા.૬: ખાનગી આરોગ્ય વીમા કંપની નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર અથવા IPO ૭ નવેમ્બરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે ૧૧ નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર ૧૪ નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
કંપની આ ઈસ્યુ દ્વારા રૂ.૨,૨૦૦ કરોડ એકત્ર કરવા માંગે છે. આ માટે, નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ રૂ.૮૦૦ કરોડના ૧૦૮,૧૦૮,૧૦૮ નવા શેર જારી કરી રહી છે. જ્યારે, કંપનીના હાલના રોકાણકારો ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા રૂ.૧,૪૦૦ કરોડના મૂલ્યના ૧૮૯,૧૮૯,૧૮૯ શેર વેચી રહ્યા છે.
નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સે આ ઈસ્યુની પ્રાઇસ બેન્ડ રૂ.૭૦-રૂ.૭૪ નક્કી કરી છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે ૨૦૦ શેર માટે બિડ કરી શકે છે. જો તમે રૂ.૭૪ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ ૧ લોટ માટે અરજી કરો છો, તો તમારે રૂ.૧૪,૮૦૦નું રોકાણ કરવું પડશે.
જ્યારે રિટેલ રોકાણકારો મહત્તમ ૧૩ લોટ એટલે કે ૨૬૦૦ શેર માટે અરજી કરી શકે છે. આ માટે રોકાણકારોએ અપર ર્૫ીંદ્યાઇસ બેન્ડ મુજબ રૂ.૧૯૨,૪૦૦નું રોકાણ કરવું પડશે.કંપનીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયુશનલ બાયર્સ (QIB) માટે ઈશ્યુના ૭૫% અનામત રાખ્યા છે. આ સિવાય, ૧૦% શેર રિટેલ રોકાણકારો માટે અનામત છે અને બાકીનો ૧૫% શેર બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે આરક્ષિત છે
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
