<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ઝારખંડ વિધાનસભા ચુંટણી પહેલા સીબીઆઇના ૧૬ જગ્‍યાએ દરોડા

૬૦ લાખની રોકડ, ૧ કીલોથી વધારે સોનું અને જીવતા કારતૂસ સહિતની વસ્‍તુઓ ઝડપાઇ

બોકરો તા. ૬: ઝારખંડ વિધાનસભા ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્‍યારે ચુંટણી પહેલાજ સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઇએ નીંબુ પહાડ વિસ્‍તારમાં રાજયના અવૈધ ખનન કૌભાંડ કેસમાં દરોડાઓ પાડયા હતા. તેણે ત્રણ રાજયોના ૧૬ સ્‍થળો પર દરોડા પાડયા છે. જેમાં પヘમિ બંગાળ, બિહાર અને ઝારખંડ સામેલ છે. આમાં ૧૧ સ્‍થળો તો માત્ર ઝારખંડના જ છે.

દરોડામાં ૬૦ લાખ રોકડા, ૧ કીલોથી વધારે સોનુ, ૧.ર કીલો ચાંદી, સોનાના ઘરેણાં, મોબાઇલ, ૬૧ જીવતા કારતૂસો, સંપતિઓ અંગેના વેચાણ દસ્‍તાવેજો, રોકાણ અને શેલ કંપનીઓના સંબંધિત દસ્‍તાવેજ, સમજૂતિના કાગળો અને અન્‍ય વાંધાજનક દસ્‍તાવેજો ઝડપાયા છે.

ઝારખંડના ત્રણ જીલ્લાઓમાં જે લોકોના ઘરે દરોડાઓ પડાયા છે તે બધા પંકજ મિશ્રાના નજીકના લોકો હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત કોલકતા અને પટણામાં પણ દરોડાઓ પડાયા છે.

(4:25 PM IST)