News of Wednesday, 6th November 2024
વર્ષ બદલાયું, સ્થિતિ બદલો
ભ્રમની સપાટી તોડીને વાસ્તવિકતા તરફ જવું પડશેઃ પર છોડીને નક્કર નિર્ણયો કરવા પડશે....
નૂતન વર્ષના
વકતા-સરળતા-ઋજુતા-ભાવૂકતા આદર્શ લક્ષણો છે. આધ્યાત્મિક જીવનમાં બેલેન્સનું મહત્વ છે. ઋષિ-મુનિઓના યજ્ઞમાં વિધ્નો સર્જનારી નકારાત્મક ઉર્જાઓને ભો-ભીતર કરવા શ્રીરામની ઉગ્રતાની જરૂર પડી હતી. આવી રાક્ષસી ઉર્જાને કાબૂ કરવાથી માંડીને નષ્ટ કરવા સુધીના કાર્યો કરવા ઉગ્ર-દૈવીશકિતની જાગૃતિ પણ જરૂરી છે. આ શકિત સાધકોની સુરક્ષા માટે પણ અનિવાર્ય છે.
આજે ઉગ્ર-શકિતની આરાધના - સાધના કરવાનો મંગલ દિન છે. આજે કાળી ચૌદશ છે. મહા કાલી-ભૈરવ-હનુમાનજી વગેરે ઉગ્ર સ્વરૂપોની ઉર્જા પ્રાપ્ત કરવાનો દિન ગણાય છે. ઘણાં લોકો આ દિનને તાંત્રિકોનો દિન ગણે છે. ઘણાં ભારે દિવસ માને છે. વાસ્તવમાં પવિત્ર દિન છે. અમુક નાટકબાજોએ તંત્ર વિદ્યાને બદનામ કરી દીધી છે. તંત્રક્ષેત્ર પણ દિવ્ય-ભવ્ય-પાવન અને ઉર્જામય છે.
વર્તમાન સમયમાં ઘણાં સાત્વિક લાઇનમાં સાધકો-ભકતો મોટાભાગે ભાવૂક હોય છે. કોઇનું કલ્યાણ કરવાનો ભાવ હોય છે. અને અન્યાયની સ્થિતિમાં જતું કરવાનો ભાવ રાખતા હોય છે. આવી સ્થિતિ એ કારણે બની હોય છે કે, સાત્વિકતાના પ્રભાવમાં ભકતે લડવાની વૃત્તિ ગુમાવી દીધી હોય છે. આ ઉર્જાસ્તરના કારણે ઘણાં સાધકો-ભકતોની દશા દયાજનક જેવી બની જતી હોય છે.
વર્તમાન સમયમાં સનાતનનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કરો તો ભારતમાં સનાતનીઓ પ્રચંડ સમુદાયમાં હોવા છતાં મુઠ્ઠીભર નેગેટીવ વિધર્મી તત્વો આ વિરાટ સમુદાયને સરળતાથી પરેશાન કરી દે છે. કારણ એ છે કે, સનાતનીઓમાં ઉર્જાસ્તરનું બેલેન્સ નથી.
ભાવૂકતા, સાત્વિકતા-સરળતા-અન્ય ધર્મીઓનો સ્વીકાર, મગજ મારીથી દૂર-સીધું સાદું જીવન... આ બધાં સાત્વિકતાના લક્ષણો છે. મોટાભાગનો અંદાજે ૯૦ ટકા સનાતની સમુદાય આ લક્ષણો ધરાવે છે. લડવાની ક્ષમતા - વૃત્તિ જ ગુમાવી ચુકયા છે. આ કારણે ફાલતુ તત્વો મહાકાય સમુદાયને સરળતાથી પરેશાન કરી દે છે. જે દશેક ટકા ઉગ્ર સનાતની છે, તેમાં મોટાભાગનામાં સમજદારીનો અભાવે છે. અમુકમાં માત્ર ઉગ્ર ઉર્જા કાર્યરત રહે છે, જે પણ ઉર્જા અનબેલેન્સનું લક્ષણ છે. ઘણાં ઉગ્ર ઉર્જાવાળાના ઉદ્્ેશ યોગ્ય નથી હોતા. આ તમામ કારણોસર સનાતન પરંપરાની ઉગ્ર ઉર્જા વેરવિખેર છે.
આ ઉર્જાને પાવરફુલ - સક્ષમ - સમજદાર અને સક્રિય કરવાનો અવસર કાળી ચૌદશ છે. સાત્વિક ક્ષેત્રના સાધકો-ભકતોએ અવસરને નેગેટીવ દૃષ્ટિકોણથી જોવાને બદલે ઉર્જા-બેલેન્સની તક તરીકે લેવો જોઇએ. ઘણા ક્રિષ્ન ભકતો પોતાને સાત્વિક ગણાવીને મહાકાલીને ઉગ્ર ગણીને તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે, કરાવે છે. ધર્મના લેવલથી એક પગથિયું ઉપર ઉઠીને આધ્યાત્મિક ઉર્જા વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જુઓ તો શ્રી ક્રિષ્ન અને મહાકાળી બંને નો એક જ બીજ મંત્ર છે, ાા ક્લીં ાા.
ઉર્જા બેલેન્સ અનિવાર્ય જ છે. સાત્વિકતા સાથે ઉગ્રતાનો ફુંફાડો હશે તો સાત્વિકતા ખુમારી સાથે ખીલશે. મહાલીને જાગૃત કરો.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
