<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાસણ ગીર સિવાય હવે ‘એશિયાઇ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે - ‘બરડા વન્‍યજીવ અભયારણ્‍ય' : દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા ‘બરડા જંગલ સફારી' ફેઝ-૧નો વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્‍તે કાલે ધનતેરસના પાવન પર્વે કરાશે શુભારંભઃ વાઈલ્‍ડલાઈફ પી.સી.સી.એફ એન. શ્રીવાસ્‍તવ : દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્‍ટ ખાતે કાલે લોકાર્પણ કાર્યક્રમઃ જામનગર સંસદસભ્‍ય પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહેશે : બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર- ટેકરીઓથી સુસજ્જિત આશરે ૧૯૨ ચોરસ કિ. મી. વિસ્‍તાર અભયારણ્‍ય માટે આરક્ષિતઃ આ અભયારણ્‍યમાં ૩૬૮ વનસ્‍પતિની પ્રજાતિ જેમાં સૌથી વધુ ૫૪ ટકા ક્ષુપનું પ્રમાણ જોવા મળે છેઃ સિંહની સાથે દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા વગેરે વન્‍યજીવોનું રહેઠાણ11:54 AM IST