તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Monday, 28th October 2024
ગોંડલનાં કડીયા કારીગરે આંગળીનાં વેઢા જેવા ઓજાર બનાવ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :ગોંડલ માં કડીયા કામ કરી જીવન નિર્વાહ ચલાવતા ૬૮ વર્ષિય વળધ્ધે માત્ર શોખ થી કડીયા કામ માં ઉપયોગી સાધનો આંગળી કે આંગળી નાં વેઢા જેવડાં બનાવી રેકોર્ડ બનાવ્યો છે.
ગોંડલ નાં ગુંદાળારોડ પર આવેલાં રામકળષ્ણ નગર માં રહેતા મનસુખભાઈ જીવાણી કડીયા કામ કરેછે.સંતાન માં એક દિકરી છે.તેનાં પણ લગ્ન થઇ ગયા છે.હાલ પતિ પત્નિ મોજીલું જીવન જીવેછે.
મનસુખભાઈ એ માત્ર શોખ થી આંગળી જેવડા કડીયા કામ માં ઉપયોગ માં લેવાતા ઓજારો બનાવ્યાં છે. જેમાં રંધો રંધી, ચુનાડી,ટોચણીયું,ધણ,ઓળંભો,પાવડો, ચારણો,ટાંકણું, છીણી સહિત નો સમાવેશ થાય છે.મનસુખભાઈ એ એલ્યુમિનિયમ નાં પતરા તથા લાકડા નો ઉપયોગ કરી આપસુજ દ્વારા ઓજારો નું અદભુત કલેક્શન બનાવ્યું છે.તેમણે બનાવેલા ટચુકડા પાવડા નાં હાથા માટે બોલપેન નો ઉપયોગ કર્યો છે.તો લાદી કાપવાનાં કટર મશીન માટે જુના ટેપરેકર્ડ ની મોટર અને ઘડિયાળ નાં ડાયલ નો બખુબી ઉપયોગ કર્યો છે. મનસુખભાઈ એ છ થી સાત વર્ષ ની મહેનત લઈ આ ટચુકડા ઓજાર બનાવ્યાં છે.
આર્ટ્સ ગ્રેજ્યુએટ થયેલા મનસુખભાઈ કવિતાઓ પણ લખે છે.કલા સાહિત્ય નો જીવડો મનસુખભાઈ ભલે કડીયા કામ કરતા હોય પણ અંદર પડેલી કલા ને જીવંત રાખેછે.આજે ૬૮ વર્ષ ની વયે યુવાન ને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા મનસુખભાઈ નુ ટચુકડા ઓજારો નું કલેક્શન જોવા જેવું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
