તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th November 2024
જાપાનમાં લોન્ચ કરવામાં આવી એર ટેક્સી

નવી દિલ્હી: જોબી એવિયેશન ઇન્કે ટોયોટા સાથે મળીને પહેલીવાર ઇલેક્ટ્રિક એર ટેક્સી લૉન્ચ કરી છે. રોજેરોજના ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે અને પ્રદૂષણ-મુક્ત મુસાફરી માટે આ ખૂબ જ મોટું પગલું છે. જોબી એવિએશનની ઇલેક્ટ્રિક એર ટેક્સીની પહેલી ફ્લાઇટ માઉન્ટ ફુજીની આસપાસ ઉડાવવામાં આવી હતી. આ પૉલ્યુશન-મુક્ત એરક્રાફ્ટ છે, જે એક પાઇલટ અને ચાર પેસેન્જરને પ્રતિ કલાક 322 કિ.મી.ની ઝડપે ઉડી શકે છે. ટ્રાફિકથી છુટકારો મેળવવા અને પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે આ ખૂબ જ ઉપયોગી વાહન છે. તેમ જ, એ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ઊડી શકે છે. જોબી એવિએશન માટે ટોયોટા સૌથી મોટું અને મહત્ત્વનું પાર્ટનર છે. ટોયોટા દ્વારા ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી માટેનો મોટો સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. બન્ને કંપનીઓએ 2023માં લાંબા ગાળાની ઍગ્રિમેન્ટ સાઇન કરી હતી. ટોયોટા, જોબી એવિએશનના એરક્રાફ્ટ માટે ઘણો સામાન પૂરો પાડશે. 2024ના ઓક્ટોબરમાં ટોયોટાએ વધુ 500 મિલિયન ડોલરનું ઇનવેસ્ટમેન્ટ જોબી એવિએશનમાં કરવાનું જાહેર કર્યું છે. અત્યાર સુધી ટોયોટાએ કુલ 894 મિલિયન ડોલરનું ઇનવેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી છે. આ ઇનવેસ્ટમેન્ટ બે સપ્તાહમાં કરવામાં આવશે. પ્રથમ ટ્રાન્ઝેક્શન આ વર્ષના અંત સુધીમાં અને બીજું 2025માં કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ સર્ટિફિકેશન માટે અને જોબીની ઇલેક્ટ્રિક એર ટેક્સીના ઉત્પાદન માટે કરવામાં આવશે. આ ઇનવેસ્ટમેન્ટમાં કોમર્શિયલાઇઝેશન માટેના મેન્યુફેક્ચરિંગનો પણ સમાવેશ કરાશે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
