<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

અમરેલીના અમૃતવેલમાં પૂ. જીજ્ઞેશદાદા ''રાધે રાધે''ના વ્યાસાસને આયોજીત કથાનો લાભ લેતા ભૂપેન્દ્રભાઇ પટેલ

અમરેલી તા.૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર, અમૃતવેલ-સાવરકુંડલા ખાતે શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ તથા ગામ પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવતમ્ કથા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. કથા મહોત્સવમાં આગમન વેળાએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજુલા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ દ્વારા ફૂલ અને શાલથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા સહિત ભાવિક ભકતોમાં આસ્થાનું કેન્દ્ર એવાં શ્રી ખોડિયાર માતાજી મંદિર-અમૃતવેલ,સાવરકુંડલા ખાતે કથા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રીએ વ્યાસપીઠને શીશ નમાવીને નતમસ્તક વંદન કર્યા હતા.વિખ્યાત કથાકાર શ્રી જિગ્નેશ દાદાએ ફૂલહાર અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માસભર સ્વાગત અભિવાદન કર્યું હતું. શ્રીમદ્ ભાગવતમ્ સપ્તાહમાં શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ તથા ગામ પરિવાર અને યુવા ગૃપ દ્વારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ, ફૂલહાર અને સન્માન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ઠકકર બાપા નગર, અમદાવાદ ધારાસભ્ય કંચનબેન રાદડિયા, અમરેલી જિલ્લાના ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, રાજુલા પ્રાન્ત અધિકારી શ્રી, શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અરવિંદ ભાઈ સાવલિયા, જયસુખ ભાઈ સાવલિયા, બાબુભાઈ સાવલિયા, અશ્વિનભાઈ સાવલિયા, રાકેશભાઈ સાવલિયા, રણછોડભાઈ સાવલિયા તથા અમૃતવેલ ગામ પરિવારના વડીલશ્રીઓ, અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજેરા,  સહિત પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અહેવાલ- અરવિંદ નિર્મળ, અમરેલી)

(1:48 PM IST)