<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

બાળવિવાહનો ભોગ બનેલી ટીનેજરે હિંમત બતાવીને પતિ, માતા-પિતા અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી

છોકરી સગીર હોવા છતાં તેનો પતિ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો એ અસહ્ય બની જવા ઉપરાંત તે પ્રેગ્નન્‍ટ થઈ ગઈ છે

પૂણે, તા.૬: પુણેમાં ૧૭ વર્ષની સગીર છોકરીનાં લગ્ન ૨૨ વર્ષના યુવક સાથે કરાવવાની ઘટના નોંધાઈ છે. છોકરી સગીર હોવા છતાં તેનો પતિ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો એ અસહ્ય બની જવા ઉપરાંત તે પ્રેગ્નન્‍ટ થઈ ગઈ છે. આથી તેણે હિંમત બતાવીને પુણેના સિંહગડ પોલીસ-સ્‍ટેશનમાં પતિ ઉપરાંત માતા-પિતા અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળવિવાહ પ્રતિબંધક કાયદા અંતર્ગત પીડિતાના સંબંધીઓ સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલાં ફરિયાદી છોકરીનાં લગ્ન કરવામાં આવ્‍યાં હતાં.(

(4:21 PM IST)