News of Wednesday, 6th November 2024
૧.૮૦ લાખથી વધારે પેન્શનરોએ લીધો ડીજીટલ લાઇફ સર્ટીફીકેટનો લાભ

નવી દિલ્હી :.. કેન્દ્રએ શુક્રવારે કહ્યું હતું કે ૧.૮ લાખથી વધારે પેન્શનરોએ આના માટે ખાસ લોંચ કરાયેલ ડીજીટલ લાઇફ સર્ટીફીકેટ કેમ્પેઇનનો પહેલા જ દિવસે લાભ લીધો હતો.ડીપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેર (ડીઓપીપીડબલ્યુ) એ ત્રીજું રાષ્ટ્રીય ડીજીટલ લાઇફ સર્ટીફીકેટ (ડીએલસી) કેમ્પેઇન લોંચ કર્યુ છે જે ૧ થી ૩૦ નવેમ્બર સુધી ૮૦૦ શહેરો અને જીલ્લાઓમાં ચાલી રહ્યું છે.પર્સોનેલ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક સ્ટેટમેંટમાં કહેવાયું છે કે અત્યાર સુધીનું આ સૌથી મોટું ડીએલસી કેમ્પેઇન છે. શુક્રવારે સાંજ સુધીમાં ૧.૮૧ લાખ ડીએલસી જનરેટ થયા હતાં. આ કેમ્પેનનું લક્ષ્ય ફેસ ઓથેન્ટીફીકેશન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનું છે.આ કેમ્પેઇન દરમ્યાન ઇલેકટ્રોનીકસ અને આઇટી મંત્રાલય અને યુનિટક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુઆઇડીએઆઇ) ટેકનીકલ સહાય પુરી પાડશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
