<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

નેતન્‍યાહુએ યુદ્ધ વચ્‍ચે રક્ષામંત્રીને હાંકી કાઢયાઃ કાત્‍ઝની નિયુકતી

ઇઝરાયલી પીએમ અને ગેલન્‍ટ વચ્‍ચે મતભેદ હોવાનું બહાર આવ્‍યું

નવી દિલ્‍હી તા.૬: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહુએ સંરક્ષણમંત્રી યોવ ગેલેન્‍ટને હાંકી કાઢયા હતા. યુદ્ધ વચ્‍ચે આ પગલા પાછળ નેતન્‍યાહુનો તર્ક એ હતો કે તેમની અને ગેલન્‍ટ વચ્‍ચે ધીમે ધીમે ‘વિશ્વાસનું સંકટ' પેદા થયું હતું અને તેના કારણે હમાસ અને હિજબુલ્લાહ સામે યુદ્ધ લડવામાં મુશ્‍કેલી આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે ગાઝા અને લેબેનોન સામેના યુદ્ધને લઈને યોવ ગેલેન્‍ટ અને બેન્‍જામિન નેતન્‍યાહુ વચ્‍ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા. વડાઙ્ઘધાન બેન્‍જામિન નેતન્‍યાહુએ તેમના સંરક્ષણમંત્રી ગેલેન્‍ટને એવા સમયે બરતરફ કર્યા છે જ્‍યારે ઇઝરાયેલ એકસાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે.

ઇઝરાયેલના પીએમ બેન્‍જામિન નેતન્‍યાહુના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ‘‘યુદ્ધની વચ્‍ચે વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી વિશ્વાસની ભારે ઊણપ દેખાઈ રહી છે. ગાઝા અને લેબેનોનમાં ઇઝરાયલી સૈન્‍ય અભિયાનના શરૂઆતના દિવસોમાં બંને વચ્‍ચે સારો એવો વિશ્વાસ દેખાતો હતો અને ખૂબ સારું કામ કરવામાં આવ્‍યું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં આ વિશ્વાસ ખતમ થઈ ગયો છે.

નેતન્‍યાહુએ કહ્યું કે તેમણે વિદેશમંત્રી ઇઝરાયેલ કાત્‍ઝને નવા સંરક્ષણમંત્રી તરીકે નિયુક્‍ત કર્યા છે, જેમણે તેમની ક્ષમતાઓ અને રાષ્‍ટ્રીય સુરક્ષામાં તેમના યોગદાનને સાબિત કરી દીધું છે. આ દરમિયાન ગિદોન સા'આરને નવા વિદેશમંત્રી બનાવ્‍યા છે

(3:55 PM IST)