News of Wednesday, 6th November 2024
કચ્છમાં ર દુર્ઘટનામાં ડૂબી જતા ૬ ના મોત
રાજસ્થાનનાં મુસ્લિમ પરિવારના ૪ વ્યકિતનો રાપર પંથકમાં અને માંડવીના દરિયામાં અંજારના પિતા-પુત્રનો ભોગ લેવાયો

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૬ : કચ્છમાં ર દુર્ઘટનામાં ડુબી જવાથી ૬ ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
કચ્છના રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં ૪ જણના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે બે જણને બચાવવા જતાં અન્ય બે ના પણ મોત થયા હતા.
થાનપર (ગેડી) ગામે ખેતરમાં કપાસ વીણવા મજૂરી કામે રાજસ્થાનના અલવરથી આવેલ મુસ્લિમ પરિવારના ૪ જણાના નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજતાં માતમ છવાયો છે.
ગઈકાલે ૧૭ વર્ષીય અનુજા કાલુખાન જોગી અને ૪૦ વર્ષીય શેરસિંગ બાબુભાઈ જોગીના મળતદેહ મળી આવ્યા બાદ કાલે ૩૬ વર્ષીય શબાના મોસમ જોગી અને ૨૧ વર્ષીય સબીર કાલુખાન જોગીની લાશ મળી આવી છે. આ બનાવને પગલે રાપર પોલીસ, મામલતદાર, તા.વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. (તસવીરઃ મુકેશ રાજગોર, કચ્છ)
માંડવી
કચ્છના માંડવીના દરિયા કિનારે ફરવા આવેલા પિતા પુત્રના ડૂબી જવાથી મોત નીપજતાં અરેરાટી છવાઈ છે. નર્મદા કેનાલ, તળાવ કે દરિયા કિનારે બીચ ઉપર જતી વેળાએ જો જરા બેદરકાર રહીએ તો પરિણામ ગંભીર આવી શકે છે. ફરવા માટે જતા હોઈએ કે પછી પ્રવાસે જતી વેળાએ પ્રત્યેક વ્યક્તિ થોડી સાવચેતી દાખવવી જરૂરી છે. અંજારથી માંડવી દરિયા કિનારે પરિવાર સાથે ફરવા આવેલા ૧૩ વર્ષીય ડેનિશ કિશન ગાંગજી મહેશ્વરી અને તેના પિતા ૪૦ વર્ષીય કિશન ગાંગજી મહેશ્વરી નું દરિયામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પુત્રને બચાવવા જતાં પિતા ડૂબી ગયા હતા.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
