News of Wednesday, 6th November 2024
મેટ્રિમોનિયલ સાઈટે ૪૫ દિવસમાં દીકરા માટે કન્યા શોધી ન આપી તો બાપે કેસ ઠોકી દીધો : ૬૦ હજારનું વળતર મળ્યુ

બેંગલુરુ, તા.૬: બેંગલુરુની મેટ્રિમોનિયલ એટલે કે વર અને કન્યાને ૪૫ દિવસમાં મળાવાનો દાવો કરતા હતા. એટલે કે જો કોઈ શખ્સ તેમની પાસે જાય છે, તો તે વરરાજાને દુલ્હન અને દુલ્હનને વરરાજો ૪૫ દિવસમાં શોધી આપવાનો વાયદો કરતા હતો. આવું જ એક પિતા પોતાના દીકરા માટે દુલ્હન શોધતા શોધતા આ મેટ્રિમોનિયલની ઓફિસે પહોંચ્યો અને તેને દુલ્હનને ૪૫ દિવસની અંદર શોધી આપવાનો વાયદો કરીને ૩૦ હજાર રૂપિયા લીધા.
બેંગલુરુના એમએસ નગરના રહેવાસી વિજય કુમાર પોતાના દીકરા બાલાજી માટે એક સારી છોકરી શોધી રહ્યા હતા અને તેમણે ફેસબુક, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિલ મિલ મેટ્રિમોનિયલૅની એક જાહેરાત જોઈ, જેમાં દાવો કર્યો હતો કે, તે મેચમેકિંગનું કામ કરે છે. ત્યાર બાદ તે શખ્સ પોતાના દીકરાના મેચમેકિંગ માટે તેમની ઓફિસે પહોંચી ગયો. શખ્સનો આરોપ છે કે, મેટ્રિમોનિયલવાળાઓએ ૪૫ દિવસમાં ન તો એક છોકરીનો ફોટો મોકલ્યો ન પરિવાર સાથે મળાવ્યા.
ત્યાર બાદ શખ્સના પિતાએ કન્ઝ્યુમર કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. બેંગલુરુની કન્ઝ્યુમર કોર્ટે શહેરની મેટ્રિમોની કંપની ૅદિલ મિલૅને વરરાજા માટે દુલ્હન ન મળવા પર પોતાના કસ્ટમરને ૬૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવા કહ્યું. વરરાજાના પિતાએ મેટ્રિમોની કંપનીને કોર્ટમાં ઢસડી અને આરોપ લગાવ્યો કે, જ્યારે તેમની સેવાઓ વિશે પૂછયું તો તેમણે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો.
કહેવાય છે કે કોર્ટે ૨૮ ઓક્ટોબરના રોજ રામચંદ્ર એમએસની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યો ચોથા અધિક જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ બેંગલુરુ દ્વારા આ આદેશ સંભળાવ્યો છે. એક ફરિયાદમાં વરરાજાના પિતા વિજય કુમારે કહ્યું કે, તેમણે આ વર્ષે માર્ચમાં પોતાના દીકરા બાલાજી માટે દુલ્હન શોધવા માટે તેમણે સોશિયલ મીડિયા પ્રચારને જોયા બાદ ‘દિલ મિલ' સાથે સંપર્ક કર્યો. દિલ મિલની ટીમે વાયદો કર્યો કે એક મહિનાની અંદર તેમના દીકરા માટે દુલ્હન શોધી આપશે અને તેમને રજિસ્ટ્રેશન ફી તરીકે ૩૦,૦૦૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે.
જોકે કુમારે એપ્રિલમાં અપડેટ માટે પૂછપરછ કરી તો કંપનીએ કોઈ જવાબ આપ્યો નહીં. કંપનીમાં કામ કરનારા લોકોએ તેમને એપ્રિલના અંત સુધી રાહ જોવા માટે કહ્યું અને એપ્રિલ બાદ પણ કુમારે આરોપ લગાવ્યો કે તેમને એક પણ છોકરીનો ફોટો નથી મોકલ્યો. આ વર્ષે મેમાં કુમારે કલ્યાણનગરમાં આવેલી મેટ્રિમોની કંપનીને કાયદાકીય નોટિસ મોકલી હતી. કંપનીએ કોર્ટ દ્વારા નોટિસ મોકલવા અને ફરિયાદ પર વાંધો ન દર્શાવ્યા બાદ પણ કાયદાકીય પ્રતિનિધિત્વ નથી કર્યું. દીકરા માટે કન્યા ન શોધવા પર મેટ્રિમોની ફર્મ પર કેસ ઠોકયો અને ૬૦ હજાર રૂપિયાની રાહત મળી છે
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
