<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

ઈઝરાયેલે ફરી ઉત્તર ગાઝા પર રોકેટ છોડ્યા, હવાઈ હુમલામાં 30 લોકોના મોત

પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ દાવો કર્યો કે ઉત્તર ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો મૃત્યુ પામ્યા જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ દાવો કર્યો છે કે ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. તેમણે કહ્યું કે મંગળવારે વહેલી સવારે થયેલા હુમલામાં ગાઝા પટ્ટીમાં ચાર બાળકો અને બે મહિલાઓ સહિત 10 લોકો માર્યા ગયા હતા, જ્યારે સોમવારે મોડી રાત્રે થયેલા હુમલામાં બીટ લાહિયા શહેરમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા

 

હોસ્પિટલના ડાયરેક્ટર હુસમ અબુ સફિયાએ જણાવ્યું કે સોમવારે ઇઝરાયલે બીત લાહિયા શહેરમાં આવેલી ઇમારત પર હુમલો કર્યો જેમાં ઘણા પરિવારો આશરો લઇ રહ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયની કટોકટી સેવાઓ દ્વારા બહાર પાડવામાં આવેલ મૃતકોની યાદીમાં આઠ મહિલાઓ અને છ બાળકોનો સમાવેશ થાય છે. આ મામલે ઈઝરાયેલની સેના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

   ઇઝરાયેલ લગભગ એક મહિનાથી ઉત્તરી ગાઝાને નિશાન બનાવી રહ્યું છે અને તેણે બીટ લાહિયા, નજીકના શહેર બીટ હુનાન અને શહેરી જબાલિયા શરણાર્થી કેમ્પને સંપૂર્ણ ખાલી કરવાની ચેતવણી આપી છે. તેણે છેલ્લા મહિનાથી લગભગ કોઈ માનવતાવાદી સહાય આવવાની મંજૂરી આપી નથી. .

(10:48 PM IST)