News of Wednesday, 6th November 2024
‘ઉર્જા સંગ્રહના ક્ષેત્રમાં નવી ક્રાંતીની શરૂઆતઃ હવે બેટરી ફટાફટ થશે ચાર્જ
ઇલેકટ્રોનના બદલે ફોટોન એટલે કે પ્રકાશથી થશે ચાર્જ

ઉર્જા સંગ્રહના ક્ષેત્રમાં બેટરીના મહત્વને જોતા તેના પર વ્યાપક સ્તરે કામ થઇ રહયું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો લેબોરેટરીની બહાર તેના વ્યવહારિક ઉપયોગ માટે સતત નવા નવા રિસર્ચ કરી રહયા. ખરેખર તો, કવોંટમ બેટરીમાં સામાન્ય બેટરીની સરખામણીમાં ઉર્જાને બહુ ઝડપથી સંગ્રહિત અને રીલીઝ કરી શકાય છે. તેના ઉપયોગમાં આવવાથી ઉર્જાની ઘનતા, ચાર્જીંગની ગતી અને કોૈશલ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. જોકે ભોૈતિક વિજ્ઞાનના સિંધ્ધાતોમાં સંપુર્ણપણે ખરા ઉતર્યા પછી પણ તના વ્યવહારિક ઉપયોગની પ્રક્રિયા હજુ પ્રાથમિક તબક્કામાં જ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેને વ્યવહારિક ઉપયોગમાં લાવવામાં હજુ થોડો સમય લાગશે.
કવોંટમ બેટરી પારંપરિક બેટરીથી સાવ અલગ છે. પારંપરિક બેટરી ઉર્જાને ચાર્જ અથવા ડીસ્ચાર્જ કરવા માટે રાસાયણીક ક્રિયાઓ પર નિર્ભર રહે છે, જયારે કવોંટમ બેટરી કવોંટમની સુપરપોઝીસનથી ચાલે છે. તેમાં કણો અંતરની પરવા કર્યા વગર આપસમાં જોડાયેલા રહે છે. આ બેટરીમાં કેટલાય કવોંટમ સેલ હોય છે જે એક એકમ તરીકે કામ કરે છે. પારંપરિક બેટરીમાં અણુ સ્વતંત્રરૂપે કામ કરે છે. જયારે કવોંટમ બેટરીમાં અણુ એક સાથે કામ કરે છે. તેથી ઓછા સમયમાં વધારે ઉર્જા સંગ્રહ થાય છે. પારંપરિક બેટરીની સરખામણીમાં તે વધારે ઝડપથી અને સુરક્ષિત ચાર્જીંગ કરે છે. આનાથી બેટરી ઉદ્યોગમાં મોટો ફેરફાર આવશે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
