<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

માછલીની આડમાં દારૂની હેરાફેરી:વલસાડ પોલીસે ટ્રક સાથે આરોપીને ઝડપી પાડ્યો

ટ્રક નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પડાયો :બોક્સમાં માછલીઓની નીચે દારૂની બોટલો મળી: ટ્રક સાથે ડ્રાઈવરની ધરપકડ: 5.23 લાખનો મુદ્દા માલ જપ્ત

વલસાડમાં આવેલી ગ્રામીણ પોલીસે બાતમીના આધારે એક ટ્રકની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ટ્રકની તપાસ કરતા તેમાં માછલી રાખેલી હોય, તેવા અનેક બોક્સ મળી આવ્યા હતા. પરંતુ જ્યારે આ બોક્સની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ બોક્સમાં માછલીઓની નીચે દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે આ ટ્રક સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તો આ ટ્રકને પોલીસ દ્વારા નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે, આ ટ્રક ડ્રાઈવર સંઘ પ્રદેશ દમથી બીલીમોકા લઈ જવાનો હતો. તો આ ટ્રકની અંદરથી આશરે 5.23 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે ટ્રકને પણ પોલીસના હસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પોલીસે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે. આશા છે કે, આગામી દિવસોમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધકપકડ કરવામાં આવશે.

(7:31 PM IST)