<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

અમેરિકાના બિગ બોસ બનવા ભણી ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

૪ વર્ષ બાદ ફરી ટ્રમ્‍પની વ્‍હાઇટ હાઉસમાં વાપસી નક્કી : ચૂંટણીમાં ઘોડો વીનમાં : બહુમતીની નજીક પહોંચ્‍યા : ૧૦ વાગ્‍યે ૫૦માંથી ૩૭ રાજયોના પરિણામો આવ્‍યા : ૨૪માં ટ્રમ્‍પ તો ૧૩માં કમલા જીતી : ૭ સ્‍વીંગ સ્‍ટેટ ઉપર સૌની નજર

વોશીંગ્‍ટન, તા.૬: અમેરિકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. અત્‍યાર સુધીમાં ૩૭ રાજ્‍યોના પરિણામ આવી ચૂકયા છે. જેમાંથી ૨૪માં રિપબ્‍લિકન પાર્ટીના ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ૧૩માં ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસનો વિજય થયો છે.અમેરિકી રાષ્‍ટ્રપતિની ચૂંટણીના પરિણામોનો ટ્રેન્‍ડ ખૂબ જ રોમાંચક બની રહ્યો છે. મતગણતરી વચ્‍ચે લાંબા સમય બાદ કમલા હેરિસે જોરદાર વાપસી કરી છે. હવે કમલા હેરિસ ૨૦૫ સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ૨૩૦ સીટો પર આગળ છે.

અત્‍યાર સુધી મતદાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ડેમોક્રેટ્‍સને વફાદાર વાદળી રાજ્‍યએ કમલાને જીત અપાવી છે. જ્‍યારે, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ રિપબ્‍લિકન પાર્ટીના વફાદાર લાલ રાજ્‍યમાંથી જીતી રહ્યા છે. જ્‍યાં સુધી ૭ સ્‍વિંગ રાજ્‍યોના પરિણામો ન આવે ત્‍યાં સુધી કોઈપણ પક્ષ જીતનો દાવો કરી શકે નહીં.

સ્‍વિંગ સ્‍ટેટ્‍સ એવા રાજ્‍યો છે જ્‍યાં બંને પક્ષો વચ્‍ચે વોટ માર્જિન ખૂબ જ ઓછું છે. આ કોઈપણ રીતે જઈ શકે છે. આ રાજ્‍યોમાં ૯૩ સીટો છે. અત્‍યાર સુધી ટ્રમ્‍પે આમાંથી ૧ નોર્થ કેરોલિનામાં જીત મેળવી છે. એનવાયટી અનુસાર, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ બાકીના ૭માંથી ૪ રાજ્‍યોમાં આગળ છે.

૫૩૮ ઈલેક્‍ટોરલ વોટ એટલે કે અમેરિકાના ૫૦ રાજ્‍યોમાં સીટો માટે વોટિંગ ભારતીય સમય અનુસાર મંગળવારે સાંજે ૪ વાગ્‍યે શરૂ થયું અમેરિકામાં રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્‍લિકન ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે જોરદાર ટક્કર છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આવી સ્‍થિતિમાં શું પરિણામ આવશે તે જોવું રસ-દ રહેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન, બંને પ્રતિસ્‍પર્ધીઓનું સંપૂર્ણ ધ્‍યાન સ્‍વિંગ સ્‍ટેટ્‍સ પર હતું, જેમાં મોટા ભાગનામાં ટ્રમ્‍પ આગળ છે. આ સ્‍વિંગ રાજ્‍યોમાંથી, પેન્‍સિલવેનિયા કિંગમેકર બની શકે છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્‍ટ્રપતિ બનવા માટે બહુમતીનો આંકડો ૨૭૦ છે. આગામી પ્રમુખ ઈલેક્‍ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે.

૭ સ્‍વિંગ સ્‍ટેટ્‍સની સ્‍થિતિ શું છે?

મતગણતરીમાં કમલા હેરિસ ૧૯૨ સીટો પર આગળ ચાલી રહ્યા છે જ્‍યારે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ૨૩૦ સીટો પર આગળ ચાલી રહ્યા છે. આ દરમિયાન, અમે તમને જણાવીએ કે ૭ સ્‍વિંગ સ્‍ટેટ્‍સની શું છે સ્‍થિતિ.

એરિઝોના - ટ્રમ્‍પ આગળ છે

જ્‍યોર્જિયા - ટ્રમ્‍પ આગળ છે

મિશિગન - હેરિસ =આગળ છે

નેવાડા - હજુ સુધી કોઈ પરિણામ નથી

ઉત્તર કેરોલિના - ટ્રમ્‍પની જીત

પેન્‍સિલવેનિયા - =ટ્રમ્‍પ આગળ છે

વિસ્‍કોન્‍સિન - ટ્રમ્‍પ આગળ છે

અમેરિકી રાષ્‍ટ્રપતિની ચૂંટણીના પરિણામોનો ટ્રેન્‍ડ ખૂબ જ રોમાંચક બની રહ્યો છે. મતગણતરી વચ્‍ચે લાંબા સમય બાદ કમલા હેરિસે જોરદાર વાપસી કરી છે. હવે કમલા હેરિસ ૧૮૭ સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ૨૩૦ સીટો પર આગળ છે.

રાષ્‍ટ્રપતિની ચૂંટણીની સાથે સાથે અમેરિકી સંસદના બંને ગળહો, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવ માટે પણ ચૂંટણી યોજાઈ છે. આમાં પણ ટ્રમ્‍પની પાર્ટી રિપબ્‍લિકન આગળ છે.

જો ટ્રમ્‍પ આ ચૂંટણી જીતશે તો તેઓ ૪ વર્ષ બાદ વ્‍હાઇટ હાઉસ પરત ફરશે. ટ્રમ્‍પ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી રાષ્‍ટ્રપતિ હતા. આ સાથે જ જો કમલા હેરિસ જીતશે તો તેઓ પ્રથમ મહિલા રાષ્‍ટ્રપતિ બનીને ઈતિહાસ રચશે. હાલમાં તે અમેરિકાના ઉપરાષ્‍ટ્રપતિ છે.(૨૩.૧૧)

કોણ આગળ

ટ્રમ્‍પ    ૨૩૦

હેરિસ   ૨૦૫

બહુમતી         ૨૭૦

(11:09 AM IST)