<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

બેંકોના મર્જરની તૈયારી : ૪૩થી ઘટીને ૨૮ થશે

સરકાર પ્રાદેશિક ગ્રામીણ બેંકોના મર્જરની તૈયારી કરી રહી છે હાલમાં સમગ્ર દેશમાં કુલ ૪૩ પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે

નવી દિલ્‍હી, તા.૬: સરકારની નજર હવે પ્રાદેશિક ગ્રામીણ બેંકો પર છે. દેશમાં હાલમાં ૪૩ ગ્રામીણ બેંકો છે. સરકાર તેમની સંખ્‍યા વધારીને ૨૮ કરવા માંગે છે. આ માટે કેટલીક બેંકો અન્‍ય બેંકો સાથે મર્જ કરવાની યોજના ધરાવે છે. તેનાથી આ બેંકોને ખર્ચ ઘટાડવામાં અને મૂડીનો આધાર વધારવામાં મદદ મળશે. રોઇટર્સના અહેવાલ મુજબ સરકારે આ સંબંધમાં એક દસ્‍તાવેજ તૈયાર કર્યો છે. ગ્રામીણ બેંકોના મર્જરની દરખાસ્‍ત છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો નાના ખેડૂતો, ખેતમજૂરો અને નાના ઉદ્યોગોને ધિરાણ આપે છે પરંતુ તેમની પાસે મૂડી અને ટેક્રોલોજીની પૂરતી ઍક્‍સેસ નથી.

૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના ડેટા અનુસાર, આ બેંકોમાં કુલ થાપણો ૬.૬ લાખ કરોડ રૂપિયા હતી જ્‍યારે તેમની એડવાન્‍સ ૪.૭ લાખ કરોડ રૂપિયા હતી. એક બેંકરે કહ્યું કે પ્રસ્‍તાવિત મર્જર પછી એક રાજ્‍ય એક પ્રાદેશિક ગ્રામીણ બેંક સાથે રહી જશે. નાણા મંત્રાલયે આ અંગેના ઈમેલનો જવાબ આપ્‍યો નથી. અસ્‍કયામતોના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો હજુ પણ દેશના અડધાથી વધુ બેંકિંગ ક્ષેત્રને નિયંત્રિત કરે છે. સરકારે બેંકોને તેમની કામગીરીમાં સુધારો કરવા અને મૂડી માટે સરકાર પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે એકીકળત કરવાનો પ્રયાસ કર્યો છે.

સંખ્‍યા કેટલી ઘટી છે : પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં, કેન્‍દ્ર સરકાર પાસે ૫૦ ટકા હિસ્‍સો છે, સ્‍પોન્‍સર અથવા અનુસૂચિત બેંકો પાસે ૩૫ ટકા હિસ્‍સો છે અને રાજ્‍ય સરકાર પાસે ૧૫ ટકા હિસ્‍સો છે. સરકારે ૨૦૦૪-૦૫માં બેંકોને એકીકળત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ૨૦૨૦-૨૧ સુધીમાં, તેમની સંખ્‍યા ૧૯૬ થી ઘટાડીને ૪૩ કરવામાં આવી હતી. પ્રસ્‍તાવમાં મહારાષ્‍ટ્રમાં બે પ્રાદેશિક બેંકોને મર્જ કરવાની યોજના છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં ચાર બેંકોને મર્જ કરવાની પણ વાત થઈ છે.

(9:45 AM IST)