News of Thursday, 7th November 2024
દેશમાં ૧,૬૪૭.૦૫ લાખ ટન ખાદ્યાન્ન ઉત્પાદન : ગયા વર્ષ કરતાં ૮૯.૩૭ લાખ ટન વધુ
ઔસત ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદનની સરખામણીમાં ૧૨૪.૫૯ લાખ ટન વધુ છે.

નવીદિલ્હી: કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ને માટે મુખ્ય કૃષિ ફસલો (ખરીફ) ના ઉત્પાદનનું પ્રથમ અગ્રીમ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ અગ્રીમ અનુમાન અનુસાર ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદન ૧,૬૪૭.૦૫ લાખ ટન અંદાજિત છે, જે ગયા વર્ષની ખરીફ ખાધાન્ન ઉત્પાદનની સરખામણીમાં ૮૯.૩૭ લાખ ટન વધુ અને ઔસત ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદનની સરખામણીમાં ૧૨૪.૫૯ લાખ ટન વધુ છે. ચોખા-૧૧૯૯.૩૪ લાખ ટન, મકાઈ-૨૪૫.૪૧ લાખ ટન અને પોષક/મોટું અનાજ ૩૭૮.૧૮ લાખ ટન, તુવેર-૩૫.૦૨ લાખ ટન, અડદ ૧૨.૦૯ લાખ ટન, મગ-૧૩.૮૩ લાખ ટન, મગફળી ૧૦૩.૬૦ લાખ ટન, સોયાબીન-૧૩૩.૬૭ લાખ ટન, શેરડી-૪૩૯૯.૩૦ લાખ ટન, કપાસ-૨૯૯.૨૬ લાખ ગાંઠ (પ્રતિ ગાંઠ ૧૭૦ કિ.ગ્રા) ઉત્પાદનને કારણે ખાધાન્ન ઉત્પાદનમાં રેકોર્ડ વૃદ્ધિ જોવા મળી રહી છે.
કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન તેમજ એમના કુશળ તથા દૂરદર્શી નેતૃત્વમાં કેન્દ્ર સરકારની કિસાન હિતૈષી નીતિયો, આપણા કિસાન ભાઈયો- બહેનો તથા કૃષિ વિજ્ઞાનિકોની સખત મહેનતના ફળસ્વરૂપ કૃષિ ક્ષેત્રની નિરંતર પ્રગતિ થઈ રહી છે.
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
