<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

જો ગ્રીન કાર્ડ માટે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા તો થઇ શકે છે જેલ

નવી દિલ્હી: ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા માટે ટ્રમ્પ અલગ-અલગ યુક્તિ અપનાવી રહ્યા છે. ટ્રમ્પના નિશાન પર એવા ઇમિગ્રન્ટ્સ પણ છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરી લે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ તેને ફેડરલ ગુનો ગણાવતા કહ્યું કે, આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી દીધી છે.

એજન્સીએ કહ્યું કે, જે વ્યક્તિ ઇરાદાપૂર્વક ઇમિગ્રેશન કાયદાની કોઈ પણ જોગવાઈથી બચવા માટે લગ્ન કરે છે તેને લગ્ન છેતરપિંડી કાયદાની કલમ 1325(c) હેઠળ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં નાગરિકતા મેળવવાનો સૌથી સરળ રસ્તો લગ્ન જ છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં અમેરિકન નાગરિકતા મેળવવા માટે વિદેશી નાગરિકો અમેરિકન છોકરીઓ સાથે લગ્ન કરે છે અને પછી છૂટાછેડા લઈ લે છે. બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં અમેરિકન નાગરિકો પૈસા માટે લગ્ન કરે છે અને પછી છૂટાછેડા લે છે. ટ્રમ્પ પ્રશાસનના મતે હવે જો કોઈ વિદેશી વ્યક્તિ આવું કરશે તો તેને કરોડો રૂપિયાનો દંડ અને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. એજન્સીએ સામાન્ય લોકોને લગ્નની છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો અથવા ઇમિગ્રેશનનો ખોટો લાભ લેનારા લોકો વિશે માહિતી આપવા પણ કહ્યું છે.

(6:59 PM IST)