તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
IPLની મેચ વેળાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતાં રૂટ પર જાણો ક્યાં હશે ડાયવર્ઝન અને પ્રતિબંધ ?: પોલીસ કમિશનરનું જાહેરનામું
આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદ :આજથી IPLની 18મી સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી તારીખ 25/3/2025એ ગુજરાત ટાઇટન્સ v/s પંજાબ કિંગ્સ, 29/3/2025એ ગુજરાત ટાઇટન્સ v/s મુંબઇ ઇન્ડીયન્સ, 09/4/2025એ ગુજરાત ટાઇટન્સ v/s રાજસ્થાન રોયલ, 19/4/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s દિલ્હી કેપીટલ્સ, 2/5/2025એ ગુજરાત ટાઇટન્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, 14/05/2025એ ગુજરાત ટાઇટન્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ અને 18/5/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ રમાશે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના રૂટ પર અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન વાળો માર્ગ
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
આ સમય સુધી જાહેરનામું અમલમાં રહેશે.
25/3/2025એ બપોર કલાક 14.00થી રાત્રી કલાક 24.00 સુધી.26/3/2025એ રાત્રી કલાક 12.00 થી 2.00 સુધી.29/3/2025એ બપોર કલાક 14.00થી રાત્રી કલાક 24.00 સુધી.30/3/2025એ રાત્રી કલાક 12.00થી 2.00 સુધી.9/4/2025એ બપોર કલાક 14.00થી રાત્રી કલાક 24.00 સુધી.10/4/2025એ રાત્રી કલાક 12.00થી 2.00 સુધી.19/4/2025એ સવાર કલાક 11.00થી 22.00 સુધી.2/5/2025એ બપોર કલાક 14.00થી રાત્રી કલાક 24.00 સુધી.3/5/2025એ રાત્રી કલાક 12.00થી 2.00 સુધી.14/5/2025એ બપોર કલાક 14.00થી રાત્રી કલાક 24.00 સુધી.15/5/2025એ રાત્રી કલાક 12.00થી 2.00 સુધી.18/5/2025એ સવાર કલાક 11.00થી 22.00 સુધી.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
