તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
ગેરકાયદે 265 નળ કનેક્શન અને વીજ કનેક્શન કપાયા : 58 જેટલા ગેરકાયદેસર દબાણો પર ડિમોલેશન કામગીરી :583 ગેરકાયદે દબાણોને આઇડેન્ટિટીફાઈ કરીને મામલતદારને રિપોર્ટ કરાયો

બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગેરકાયદે 265 નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 58 જેટલા ગેરકાયદેસર દબાણો પર ડિમોલેશન કામગીરી કરવામાં આવી હતી. ત્યારે 583 ગેરકાયદે દબાણોને આઇડેન્ટિટીફાઈ કરીને મામલતદારને રિપોર્ટ કરાયો હતો. જ્યારે છેલ્લા અઢી થી પોણા ત્રણ વર્ષમાં પ્રોહીબિશનના 42 હજાર જેટલા કેસ નોંધાયા છે.
આ ઉપરાંત 986 જેટલા ફરાર પ્રોહીબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે વિપક્ષના આક્ષેપોમાં અમે પડતા નથી અમે અમારા કામ ઉપર જ ધ્યાન આપીએ છીએ તેમ એસપીએ જણાવ્યું હતું.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
