તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 22nd March 2025
વાજતે-ગાજતે નીકળી અંતિમ યાત્રા, અર્થી પરથી ઉઠયો ‘મૃતક' અને કૂદીને ભાગી ગયો : બધા લોકો જોતા જ રહી ગયા
ભીલવાડામાં શીતળા સપ્તમી પર ‘મૃતકોની સવારી' કાઢવામાં આવે છે : છેલ્લા ૪૨૭ વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે : જીવનની નીકળે છે અંતિમ યાત્રા

ભીલવાડા, તા.૨૨: રાજસ્થાનના ભીલવાડામાં એક અનોખી પરંપરા છે, જેનું પાલન છેલ્લા ૪૨૭ વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. આ પરંપરા હેઠળ જીવિત વ્યક્તિને અર્થી પર સુવડાવવામાં આવે છે અને પછી વાજતે-ગાજતે રંગ-ગુલાલ ઉડાડીને આખા શહેરમાં તેની અંતિમયાત્રા કાઢવામાં આવે છે. ત્યારબાદ એક ચોક્કસ સ્થળે જઈને પ્રતિકાત્મક રીતે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. જોકે, આ પહેલા અર્થી પર સૂતેલો વ્યક્તિ અર્થી પરથી કૂદીને ભાગી જાય છે. ભીલવાડામાં શીતળા સપ્તમી પર ‘મૃતકોની સવારી' કાઢવામાં આવે છે. છેલ્લા ૪૨૭ વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.
૪૨૭ વર્ષોથી ચાલી રહી છે આ પરંપરા :
ભીલવાડા શહેરમાં શીતળા સપ્તમી પર કલરથી હોળી રમવામાં આવે છે. આ દરમિયાન કોઈ જીવિત વ્યક્તિની ધૂમધામથી અંતિમ યાત્રા (ઁમૃતકોની સવારીઁ) કાઢવામાં આવે છે. અંતિમયાત્રા શહેરની ઁચિતૌડ વાલો કી હવેલીઁથી શરૂ થાય છે. જ્યાં એક યુવકને અર્થી પર સુવડાવવામાં આવે છે અને વાજતે-ગાજતે અંતિમયાત્રા શરૂ કાઢવામાં આવે છે. અંતિમયાત્રામાં અર્થી પર સૂતેલ યુવક ક્યારેક બેસી જાય છે તો ક્યારેક તેનો એક હાથ બહાર કાઢે છે.
જીવિત વ્યક્તિની કાઢવામાં આવે છે અંતિમ યાત્રા : આ અંતિમયાત્રામાં ભીલવાડા સહિત આસપાસના જિલ્લાના લોકો પણ જોડાય છે. આ દરમિયાન અહીં અપશબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવે છે, જેના કારણે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. આ અંતિમ યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને બડા મંદિર પહોંચે છે. અહીં પહોંચ્યા બાદ અર્થી પર સૂતેલો યુવક નીચે કૂદીને ભાગી જાય છે અને તેના પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
મહિલાઓ પર પ્રતિબંધ : આ અંગે ભીલવાડાના રહેવાસી આંતરરાષ્ટ્રીય કલાકાર જાનકીલાલ ભાંડે જણાવ્યું કે, શીતળા સપ્તમીના દિવસે‘ચિતૌડ વાલો કી હવેલી‘ થી ‘મૃતકોની સવારી' ઢોલ-નગારા, ઊંટ-ઘોડાની સાથે કાઢવામાં આવે છે. ‘મૃતકોની સવારી'માં મહિલાઓ ભાગ લેતી નથી અને દૂરથી જ તેને જુએ છે. જિલ્લા કલેક્ટર પણ આ દિવસે સ્થાનિક રજા જાહેર કરે છે.
શહેરના રહેવાસી કૈલાશ જીનગરે જણાવ્યું કે, શીતળા સપ્તમીના અવસરે ઘણા વર્ષોથી આ મૃતકોની સવારી કાઢવામાં આવે છે. આ પરંપરા રાજાઓ-મહારાજાઓના સમયથી શરૂ થઈ હતી અને આજ સુધી ચાલી આવે છે. મૃતકોની સવારી માટે લોકો પાસેથી દાન એકત્ર કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે જે પણ આમાં દાન કરે છે તેના ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. આ અંતિમ યાત્રામાં જે વ્યક્તિ જોડાય છે, તે તેની અંદરની ભડાસને બહાર કાઢે અને પછી નવી શરૂઆત કરે છે. આ દરમિયાન બધા લોકો અપશબ્દો દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવે છે અને પછી એકબીજાની માફી માંગે છે.
તેમણે જણાવ્યું કે, દર વર્ષે નીકળતી આ અંતિમ યાત્રામાં દર વર્ષે વ્યક્તિ બદલાય છે. અંતિમ યાત્રા દરમિયાન એક પુતળું પણ સાથે લઈ જવામાં આવે છે. જ્યારે જીવિત વ્યક્તિ અર્થી પરથી ઊઠીને ભાગી જાય છે, ત્યારે પુતળાના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
