<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

દુર્ઘટના પર લાગશે તાળા, જ્યારે તમે પહેરશો સુરક્ષાની માળા: નર્મદા પોલીસ દ્વારા ટ્રાફીક નિયમોના પાલન માટે ઠેર ઠેર પેમ્પલેટનું વિતરણ

રાજપીપળા પોલીસે ચાલુ મહિના ના ૨૧ દિવસમાં હેલ્મેટ વિના પકડેલા ૪૩૧ ચાલકો પાસેથી ૧.૬૮.૫૦૦ રૂપિયા દંડ વસુલ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં પોલીસ વડા પ્રશાંત સુંબે ના માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ વી.કે. ગઢવીની સૂચનાથી રાજપીપળા પોલીસ માણસો દ્વારા શહેર ના અલગ અલગ પોઇન્ટ ઉપર ચેકીંગ કરતા પોલીસ માણસોએ ટ્રાફિક નિયમોના પાલન માટે વાહન ચાલકોને ઊભા રાખી જરૂરી ચેકીંગ કરી સીટ બેલ્ટ, લાઇસન્સ, હેલ્મેટ સહિતની બાબતોની ચકાસણી કરી નિયમોનું પાલન નહીં કરનાર ચાલકો પાસે નિયમોનુસાર દંડ વસુલ કરી વાહન ચાલકોને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

જોકે નર્મદા પોલીસે ભૂતકાળ માં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા વાહન ચાલકો ને ઊભા રાખી પ્રેમથી ગુલાબ નું ફૂલ આપી નિયમનું પાલન કરવા પણ સમજાવ્યું હતું પરંતુ કેટલાક વાહન ચાલકો આદત સે મજબૂરની જેમ હજુ પણ નિયમનું પાલન નહીં કરતા પોલીસે દંડનીય કાર્યવાહી કરી છે. રાજપીપળાની સાથે સાથે જિલ્લામાં દરેક ઠેકાણે પોલીસ આ ચેકીંગ કરી રહી છે. ત્યારે વાહન ચાલકોએ પોતાનો જીવ બચાવવા ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ. રાજપીપળા સહિત જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફીક જાગૃતિ માટેના પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે શનિવારે પણ રાજપીપળાના સફેદ ટાવર પોઈન્ટ ઉપર ઉભેલા ટી.આર.બી. જવાનો એ આવતા જતા વાહન ચાલકો ને પેમ્પલેટ વિતરણ કર્યા હતા.
રાજપીપળા પોલીસમાંથી મળતી વિગત પ્રમાણે ચાલુ માર્ચ મહિના માં 21 દિવસમાં પોલીસે અલગ અલગ પોઇન્ટ ઉપર ચેકીંગ દરમિયાન કુલ. ૪૩૧ ચાલકોને હેલ્મેટ વગર બાઇક લઈ જતા પકડી કુલ.રૂ. ૧.૬૮.૫૦૦ નો દંડ વસુલ કર્યો હતો. અને ચાલુ મહિના માં હજુ અઠવાડિયું બાકી છે ત્યારે દંડ ની રકમ બે લાખ ઉપર પહોંચી શકે છે.

(10:00 PM IST)