તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 22nd March 2025
પીપલોદ ગામમાં વારંવાર પીરીયડ આવવાના કારણે કંટાળેલી પરણિતા આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડ તાલુકાના પીપલોદ ગામની પરણિતાએ માસિકધર્મથી કંટાળી આપઘાત કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર જયંતિલાલભાઇ રામજીભાઇ વસાવા (રહે.પીપલોદ એકાણુફળીયુ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પત્ની ગીતાબેન નાઓએ ગઇ તા.૨૦/૦૩/૨૦૨૫.ના રોજ પોતાના ઘરે આશરે ત્રણેક વર્ષથી પીરીયડ વારંવાર આવવાથી કંટાળી જતા પોતાની જાતે ઝેરી દવા પી જતા તેમના કુંટુંબીજનો તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ મોસદા ખાતે લઇ ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે રીફર કરતા સરકારી હોસ્પિટલ રાજપીપલા ખાતે લાવી દાખલ કરેલ જ્યાં તા.૨૧/૦૩/ ૨૦૨૫.ના રોજ ફરજ ઉપરના ડોકટરે સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે અકસ્માત મોત દખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
