તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
આ સ્ટાર ખેલાડીઓની શું છેલ્લી હશે આ આઈપીએલ સિઝન?
ધોની, ડુપ્લેસીસ, સુનિલ નારાયણ લઈ શકે છે નિવૃતિ

નવી દિલ્હી,તા.૨૨: ચેન્નાઈ સુપર કિંગ્સના સફળ કેપ્ટન રહી ચુકેલા અને સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની માટે આ આઈપીએલ ૨૦૨૫ મહત્વની સિઝન સાબિત થઈ શકે છે. ૪૩ વર્ષના ધોની આઈપીએલ પછી સંન્યાસ લઈ શકે છે. ગત વર્ષે પણ તેની નિવળત્તિની અટકળો હતી પરંતુ ધોનીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી.
આઈપીએલમાં ફાફ ડુ પ્લેસીસ પણ સંન્યાસ લઈ શકે છે. ૪૦ વર્ષીય ડુ પ્લેસિસે આઈપીએલમાં ૧૪૫ મેચ રમી છે અને ૪૫૭૧ રન બનાવ્યા છે. જો કે, આ વર્ષે તે નિવળત્તિ લેશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. તે વર્ષોથી કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે વર્ષોથી આલરાઉન્ડ પ્રદર્શન કરતા સુનિલ નારાયણ માટે પણ આ સિઝન છેલ્લી હોઈ શકે છે. ૧૭૭ આઈપીએલ મેચોમાં ૧૫૩૪ રન અને ૧૮૦ વિકેટ સાથે નારાયણનો પ્રભાવશાળી રેકોર્ડ છે.(૪૦.૧૩)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
