તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ બુધવાર
News of Saturday, 22nd March 2025
પોલીસની કડકાઈ વચ્ચે ભુજમાં હથિયાર સાથે આઇજી બંગલા પાસે લૂંટ, એસપી ઓફિસ નજીક મારામારી અને જાહેરમાં છેડતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : અમદાવાદના વષાાલની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને લોકોને પણ કાયદાની ધાક હોવાની અનુભૂતિ થઈ રહી છે. પરંતુ, હજીયે આવારા તત્વો બેફામ છે અને તેમને પોલીસનો ડર કે કાયદાની બીક નથી એવું પણ કયાંક કયાંક અનુભવાઈ રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં પૂર્વ અને પヘુિમ બંને પોલીસ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સાથે સખત પગલાં ભરાયા છે. પરંતુ તેની વચ્ચે બે દિવસમાં ત્રણ જાહેર સ્થળોએ હથિયાર સાથે હુમલા, છેડતીના બનાવ અને મારામારી ના બનાવે ચકચાર સાથે ગુંડા તત્વોને પોલીસની બીક વધુ લાગવી એવી ચર્ચા પણ છેડી છે.
ત્રણ જિલ્લાના બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના ભુજમાં આવેલ રહેણાકના સરકારી બંગલા પાસે નારિયેળના ધંધાર્થી ઉપર સામાન્ય બાબતે બોલાચાલી સાથે છરી વડે હુમલો કરી રૂપિયા ત્રીસ હજારની લૂંટનો ચકચાર સર્જતો બનાવ બન્યો હતો. જિલ્લા સરકારી હોસ્પિટલ સામે સ્ટેટ હાઇવેને જોડતા ધમધમતા જાહેર માર્ગ ઉપર માથાભારે ઇસમ દિનેશ મહેશ્વરી અને ધીરજ નારાણ મહેશ્વરીએ આ બનાવને અંજામ આપ્યો હતો. જોકે, પર્ヘસિમાં જ્યુબિલી સર્કલ પાસે બન્યો હતો. ફરિયાદી હરપાલસિંહ બળવંતસિંહ સોઢાએ એ ડિવિઝન પોલીસમાં બજાજ ફાયનાન્સના રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ૪ શખ્સો સામે મારામારી સાથે પોતાના કાકાના દીકરા યોગેન્દ્રસિંહ સોઢા ઉપર છરી વડે હુમલો કરી પાંસળીમાં છરીના ઘા મારી તેની હત્યાના ઙ્કયાસની ફરિયાદ ૪ જણ સામે નોંધાવી છે. જેમાં આરોપીઓ તરીકે અક્ષયરાજસિંહ વાઘેલા, ભાવેશ ગોસ્વામી, જુવાનસિંહ સોઢા અને સત્યરાજસિંહ વાઘેલા સામે ફરિયાદ લખાવી છે.
ત્રીજો છેડતી અને હુમલાનો બનાવ હોસ્પિટલ રોડના ધમધમતા વિસ્તારમાં બન્યો હતો. જેમાં જાહેરમાં બોલાચાલી કરી યુવતીનો હાથ પકડી અને છેડતી કરનાર સુનિલ ચેતન ઠાકોર નામના યુવાને રોકવા જતા છેડતી કરનાર શખ્સ સુનિલે તેને રોકનાર શક્તિસિંહ અને શિવા નામના બે યુવાનો ઉપર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે યુવતીની ફરિયાદ ઉપરથી ગુનો નોંધી આરોપી ને ઝડપી લીધો હતો. (૨૫.૩)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
