<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

‘વન નેશન, વન ઇલેકશન' અમલી બનાવવા ઓવર રાઇડીંગ પાવરનો ઉપયોગ કરી શકાય

રાજકોટ ખાતે મળેલ કાયદાશાષાીઓ અને તજજ્ઞોની બેઠકમાં મહત્‍વના તારણો રજુ : સમગ્ર અહેવાલ પુરૂષોતમ રૂપાલાને સુપ્રત

રાજકોટ : વન નેશન, વન ઇલેક્‍શન સંદર્ભે સંયુક્‍ત સંસદીય સમિતિના સભ્‍ય પુરુષોત્તમ રૂપાલા સાથે સૌરાષ્‍ટ્રના અગ્રણી ધારાશાષાીઓ અને કાનૂન વિદ્યાશાખાના પ્રોધ્‍યાપકો તેમજ બંધારણવી કાયદાશાષાીઓની બેઠકમાં, અમલીકરણ સામેના પડકારો, બંધારણીય આયામો તેમજ સુચિત ઉપાયોના સંદર્ભમાં મહત્‍વપૂર્ણ ચર્ચા રાજકોટ ખાતે કરવામાં આવી હતી. પૂર્વ કુલપતિ અને કાયદાના વરિષ્‍ઠ પ્રોફેસર કમલેશ જોષીપુરાના માર્ગદર્શન અંતર્ગત લીગલ રિસર્ચ ફાઉન્‍ડેશન દ્વારા આયોજિત આ ગોષ્‍ઠીમાં કાયદાવિદોએ વન નેશન વન ઇલેક્‍શનની પૂર્ણ રીતે તરફેણ કરવાની સાથે સમગ્ર પ્રક્રિયાને ન્‍યાયઃ પુરહ સરઃ ગણાવી અને સંપૂર્ણપણે બંધારણીય લેખાવેલ. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી તેમજ અમદાવાદથી વરિષ્‍ઠ ધારાશાષાીઓ, સરકારી લો કોલેજના પ્રાચાર્યશ્રીઓ, વરિષ્‍ઠ પ્રાોેફેસરો તેમજ કાયદાની કોલેજના પ્રાધ્‍યાપકો અને સંશોધકોએ આ રસપ્રદ ચર્ચામાં ભાગ લઈ મહત્‍વપૂર્ણ સૂચનો કર્યા હતા. મોરબીના પ્રદીપ વાળા, કાયદા વિદ્યાશાખાના પૂર્વ અધર ડીન નેહલ શુક્‍લ, બાર એસોસીએશન ઓફ ઇન્‍ડિયા ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રીમતી ભાવના જોશીપુરા, ગુજરાત હાઇકોર્ટના ધારાશાષાી પંકજ દેસાઈ, અંશ અભયકુમાર ભારદ્વાજ, અર્જુન પટેલ, પી. સી. વ્‍યાસ, જયુભાઈ શુકલ, અધિવક્‍તા પરિષદના પ્રમુખ પ્રશાંતકુમાર જોશી, જૂનાગઢથી ડીન ડી. જી. મોદી, પોરબંદરથી અશોક મહેતા, જામનગરથી અશોક નંદા, હિતેન ભટ્ટ, હેમલ ચોટાઈ, અમરેલીથી ઉદયનભાઈ ત્રિવેદી એડવોકેટ, વરિષ્‍ઠ પ્રોફેસર ભરતભાઈ મણીયાર, પુર્વ પ્રિન્‍સિપાલ જે. યુ. નાણાવટી, માનવ અધિકાર ભવનના રાજેન્‍દ્રભાઈ દવે, અમદાવાદની સરકારી લો કોલેજના પ્રિન્‍સિપાલ ડો. મીનળ રાવલ, કાયદા ભવનના આનંદભાઈ ચૌહાણ, રાજકોટ સરકારી લો કોલેજના ડો. અરૂંધતિ દાસાણી, પૂર્વ આઈએએસ ઓફિસર પંકજ રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.  આ બેઠકમાં  ચર્ચાના આધારે કેટલાક પ્રાથમિક તારણો કાઢવામાં આવ્‍યા હતા. જેમ કે ભારતમાં દ્વિસ્‍તરીય રાજનૈતિક વ્‍યવસ્‍થા છે એટલે કે કેન્‍દ્ર અને રાજ્‍યો છે. તેથી સમગ્ર રીતે રાજ્‍યોની સ્‍વાયત્તા જળવાઈ રહેશે તે સંદર્ભેની ચર્ચા કરાઇ હતી. વચગાળામાં બહુમતી ગુમાવવાથી રાજ્‍ય સરકારોની પરિસ્‍થિતિ કેવા પ્રોકારની થશે તેની જોગવાઈ અંગે તેમજ મતદારોનું વલણ અને રાજનૈતિક પક્ષો વિશેષ કરીને પ્રાદેશિક પક્ષો ઉપરની તેની અસર અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. પ્રત્‍યેક પડકારોને ધ્‍યાનમાં લઈ આ બેઠકમાં કાયદા વિદ્યાશાખાના તજજ્ઞોએ કેટલાક મહત્‍વના તારણો પણ પ્રોસ્‍તુત કર્યા હતા. આ પદ્ધતિ સરળતાથી અમલમાં લાવી શકાશે તેવો મત વ્‍યક્‍ત કર્યો હતો. ‘વન નેશન વન ઇલેક્‍શન'ની સંભવીત પ્રક્રિયા પૂર્ણપણે બંધારણીય હોવાનું તારણ વ્‍યકત થયુ હતુ. અનુચ્‍છેદ ૩૨૭ અંતર્ગત ભારતની સંસદને કેટલાક ઓવર રાઇડિંગ પાવર છે તેનો ઉપયોગ કરી અને સમગ્ર વ્‍યવસ્‍થા અમલમાં લાવી શકાય તેમ હોવાનો મત વ્‍યકત કરાયો હતો. અલગ અલગ નિષ્‍ણાતોએ અલગ અલગ મંતવ્‍યો તેમજ વિવિધ વિષયો ઉપર પોતાના મંતવ્‍યો વ્‍યક્‍ત કર્યા હતા. તેનો વિસ્‍તળત લેખિત અહેવાલ સંયુક્‍ત સંસદીય સમિતિના સભ્‍ય પુરુષોત્તમ રૂપાલાને લેખિત સ્‍વરૂપે આપવામાં આવશે. એકંદરે રાજકોટ ખાતે આયોજિત આબેઠકને સારો પ્રતિસાદ મળ્‍યો હતા. આમંત્રિત કરાયેલ પ્રત્‍યેક નિષ્‍ણાંતોના મહત્‍વપૂર્ણ સુચનોની નોંધ લેવામાં આવી હતી.

(3:39 PM IST)