News of Saturday, 22nd March 2025
અવ્યક્ત ઈશ્વર દ્વારા વ્યક્ત થયેલ આ સૃષ્ટિ એટલે સંસારઃ પૂ.રમેશભાઈ ઓઝા
ભાવનગર જીલ્લાનાં ઠાકરધામ બાવળીયામાં આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો લાભ લેતા ભાવિકો

(મેઘના વિપુલ હિરાણી.મુકેશ પંડિત દ્વારા) ભાવનગર, ઈશ્વરીયા,તા.૨૨: ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પરથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો.
સંત શ્રી નગાલખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મહંત શ્રી રામબાપુનાં નેતળત્વ સાથે શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથામાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પરથી થયેલ ક્રોધ સુધારશે તેમ વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા બોધ મળ્યો. તેમણે ધ્રુવ અને પ્રહલાદ ભક્તિ પ્રસંગોનું નિરૂપણ કર્યું.
કથા સાથે તત્ત્વ દર્શન સમજાવતાં જણાવાયું કે, અવ્યક્ત ઈશ્વર દ્વારા જ વ્યક્ત થયેલ આ સળષ્ટિ એટલે કે સંસાર છે. અનિヘતિ જીવન મળત્યુ નિヘતિ છે, પણ તેનો સમય અનિヘતિ છે, માટે સાવધાન રહેવું અને ઈશ્વર ભક્તિ કરવી.
ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભાનુભાવોએ પણ લીધો. આજે હરિહરાનંદજી સ્વામી, લહેરગીરીબાપુ, સીતારામબાપુ સહિત સંતો, મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંફ રાજવી પરિવારનાં શ્રી વીરભદ્રસિંહજી ઠાકોર તથા શ્રી કળષ્ણદેવસિંહજી ઠાકોર સાથે ભાવનગર રાજવી પરિવારનાં શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ જોડાયાં. રાજકીય સામાજિક અગ્રણીઓ શ્રી કિરીટસિંહજી રાણા, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી ભારતીબેન શિયાળ, શ્રી ધીરુભાઈ શિયાળ, શ્રી રામભાઈ સાંગા, શ્રી પેથાભાઈ આહિર, લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કથા લાભ માટે જોડાયાં.
ભાગવત ગાથામાં સુંદર સ્વર અને સંગીત સંયોજન રહ્યું છે. આ સંગીત વળંદમાં બાલકળષ્ણ વ્યાસ, મૂકેશભાઈ રાવળ, ઈન્દ્રજિત રાજ્યગુરુ, ધર્મેશ નાયક, પાર્થ પંડ્યા, મદનલાલ સિંહા સાથે વિજયપત્ર દ્વારા સુંદર સંયોજન રહ્યું છે.
સમગ્ર ઉત્સવ વ્યવસ્થામાં જગદીશભાઈ મીર, અનિરુધ્ધસિંહ ચુડાસમા, શક્તિસિંહ ચુડાસમા, ભરતભાઈ રાઠોડ, અજયભાઈ રાઠોડ, કરશનભાઈ મીર, પ્રદીપભાઈ ભટ્ટ વગેરે જોડાયેલાં છે.(૪૦.૬)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
