તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
મોરબીમાં અવની પાર્ક સોસાયટી સામે કોમ્પ્લેક્ષના ડીમોલેશન સામે ઉગ્ર વિરોધ
ખેતીની જમીનમાં કોમ્પ્લેક્ષનું બાંધકામ થઇ રહ્યું હોવાનું જણાવી મહાપાલિકાની ટીમ જેસીબી લઈ પહોંચી : તેની પાસે તમામ હુકમો અને કોર્ટના કાગળો હોવાનો જમીન માલિકનો દાવો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૨ : મોરબી મહાપાલિકા દ્વારા બિનઅધિકળત રીતે થઈ રહેલા નવા બાંધકામો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહાપાલિકાની ટીમ અવની પાર્ક સોસાયટી સામેના એક કોમ્પ્લેક્ષને તોડવા માટે પહોંચી હતી. ત્યારે અહીં ડિમોલિશન સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિનઅધિકળત રીતે થઈ રહેલા ૬૩ જેટલા બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત દર શુક્રવારે નવા બાંધકામો તોડી પાડવાની ડ્રાઇવ શરૂ કરવાનું નક્કી કરવામાં આવતા જે અંતર્ગત મહાપાલિકાની ટીમે આજે લખધીરવાસ ચોક અને આલાપ રોડ વિસ્તારમાં નવા બાંધકામો તોડ્યા છે. ત્યારે સાંજના સમયે મહાનગરપાલિકાની ટીમ અવની પાર્ક સોસાયટી સામે આવેલા વિસ્તારમાં પહોંચી હતી.
જ્યાં એક કોમ્પ્લેક્ષનું બાંધકામ ચાલી રહ્યું હતું. અહીં મહાપાલિકાની ડિમોલિશનની કામગીરીનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ કોમ્પ્લેક્ષ ખેતીની જમીન ઉપર બનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ જમીન માલિક એવો દાવો કરી રહ્યા છે કે તેમની પાસે તમામ હુકમો અને કોર્ટના કાગળો પણ છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
