<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

૧૩૦ ઇસમોને ગુનાહિત પ્રવૃતિથી દૂર રહેવા કાર્યવાહી કરતી અમરેલી જિલ્લા પોલીસ

 

અમરેલી,તા.૨૨ : જિલ્લાના અલગ અલગ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ૧૩૦ લોકોની અમરેલી પોલીસ હેડ કવાર્ટર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ.  જેમાં આ લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવળતિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્‍યવસ્‍થાની પરીસ્‍થીતીને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઇ પણ ગુનાહિત પ્રવળતિ ધ્‍યાને આવ્‍યે તેઓ વિરૂધ્‍ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્‍વયે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સુચના આપવામાં આવેલ હતી.

 તેમજ હાજર રહેલા ઇસમો સાથે ભુતકાળમાં બનેલ બનાવોમાં તેમના અનુભવો અંગે ચર્ચા પણ કરવામાં આવેલ છે. તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવળતિને લીધે પોતાના પરીવારને થયેલ નુકશાન અંગે સમજ આપવામાં આવી હતી અને આ ગુનાહિત પ્રવળતિથી દુર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્રારા સમજ આપવામાં આવેલ હતી.  

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના હેઠળ સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય તથા ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જગવીર ગઢવી તથા અમરેલી વિભાગના ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક.નયના ગોરડીયા  તથા  જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે

(12:23 PM IST)