<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ઝુ ખાતે વન્‍યપ્રાણી - પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પોન્‍ડ,ફુવારા , ગુફા, ઘાસનો શેડ સહિતની વ્‍યવસ્‍થા

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનમાં ે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્‍યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી ઝૂ ખાતે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. પાંજરામાં વિશાળ પાણીના પોન્‍ડ બનાવવામાં આવેલ છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્‍ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે. ઉપરાંત પાંજરાની અંદર વળક્ષોની ડાળીઓ વચ્‍ચે ફોગર (ફુવારા) સીસ્‍ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. જયારે વરૂ, શીયળ, જંગલી કુતરા, શાહૂડી વિગેરે માટે પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. વાંદરા માટે તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્‍ટીક વુડન શેલ્‍ટર બનાવવામાં આવેલ છે. બપોર પછીના સમયે  વાંદરાઓને ખાસ પ્રકારની ફ્રુટ કેન્‍ડી આપવામાં આવે છે.જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી શેડની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. તમામ હરણના પાંજરાઓમાં વૃક્ષો દ્વારા પુરતા પ્રમાણમાં છાયડાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. સાબર હરણ માટે તેઓની પ્રકળતી અનુસાર ખાસ પ્રકારનો મડ પોન્‍ડની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

(3:22 PM IST)