News of Saturday, 22nd March 2025
દેશને કોરોનાથી બચાવવા નરેન્દ્રભાઈએ ૨૨ માર્ચ ૨૦૨૦ ના રોજ સવારે ૭ થી રાત્રે ૯ સુધી ‘જનતા કફર્યુ'નું આહવાન કરેલ

રાજકોટઃ ભારતમાં કોરોના વાયરસનો કેસ મળતા તકેદારીના પગલારૂપે નરેન્દ્રભાઈએ તા.૨૦ માર્ચ ૨૦૨૦ ના રોજ દેશને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે જણાવેલ કે, કોવિડ-૧૯ અંગે નાગરિકો સાવધાની રાખે. સાથે પીએમ મોદીએ રવિવાર તા.૨૨ માર્ચ ૨૦૨૦ ના રોજ ‘જનતા કફર્યુ' નું આહવાન કર્યું હતું.
સાથે કેન્દ્રીય નાણાં પ્રધાનના નેતળત્વ હેઠળ ‘કોવિડ-૧૯ આર્થિક પ્રતિભાવ ટાસ્ક ફોર્સ' બનાવવાની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ વ્યવસાયો અને ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓને તેમના કર્મચારીઓના પગારમાં ઘટાડો ન કરવા પણ કહ્યું હતું. નરેન્દ્રભાઈએ તા.૨૨ માર્ચ ૨૦૨૨ ને રવિવારે સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી નાગરિકોને ‘જનતા કફર્યુ' નું પાલન કરવાનું કહેતા, સંકલ્પ અને સંયમ પર ભાર મૂકતા જણાવેલ કે, જનતા કફર્યુનો અમારો અનુભવ ભારતમાં કોરોનાવાયરસનો સામનો કરવા માટે આગળનો માર્ગ નક્કી કરવામાં મદદ કરશે.(
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
