તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 21st March 2025
રેલવેમાં કેટલા વર્ષ સુધીના બાળકો કરી શકે ફ્રીમાં મુસાફરી: કોને અડધી ટિકિટ લેવી પડે?:જાણો આ અંગે શું છે નિયમો
કેટલાક માતા-પિતા પોતાના બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં હોય છે.

નવી દિલ્હી :ભારતીય રેલ્વે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકીનું એક છે. દેશભરમાં ટ્રેનોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. રેલ્વે સંબંધિત ઘણા જુદા જુદા નિયમો છે, જેનું પાલન બધા મુસાફરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રેલવે તેના નિયમોનું પાલન ન કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરે છે.
બાળકો માટે ટિકિટ અંગે પણ રેલવેનો નિયમ છે. કેટલાક માતા-પિતા પોતાના બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં હોય છે.
ભારતીય રેલવેએ બાળકો માટે ટ્રેનમાં મુસાફરી કરવા માટે અલગ નિયમો બનાવ્યા છે. તેમા બાળકોને ટિકિટ ખરીદવી પડશે કે નહીં અથવા બાળકો માટે અડધી ટિકિટ ખરીદવી પડશે કે નહીં. આ અંગે રેલવેએ બાળકોની ઉંમર અનુસાર નિયમો બનાવ્યા છે.
રેલવેના નિયમો પ્રમાણે 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો ટિકિટ વગર એટલે કે ફ્રીમાં ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. માતાપિતા નાના બાળકો સાથે પોતાની સીટ પર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ માતા-પિતા તેમના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે સીટ ઇચ્છતા હોય તો તેઓ અડધી કિંમતે ટિકિટ ખરીદી શકે છે.
5 થી 12 વર્ષની વયના બાળકો માટે ટ્રેનનું ભાડું અડધું છે એટલે કે માતાપિતાએ તેમના 5 થી 12 વર્ષની વયના બાળકો માટે અડધી કિંમતે ટિકિટ ખરીદવી પડશે. આ ફક્ત બર્થ વગરની સીટો માટે જ લાગુ પડે છે. જો માતા-પિતા તેમના બાળક માટે બર્થ સીટ લેવા માંગતા હોય તો તેમણે આખું ભાડું ચૂકવવું પડશે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
