તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
ગોંડલ સામાજીક આગેવાન જયસુખભાઇ વઘાસીયાનો જન્મદિવસ

(જયસ્વાલ ન્યૂઝ દ્વારા) ગોંડલ સામાજીક પ્રવૃતિમાં અગ્રેસર જયસુખભાઇ વઘાસીયા (ભાણાભાઇ) નો આજે જન્મદિવસ છે. તેઓ ૫૪ વર્ષમાં પ્રવેશ કરશે. જયસુખભાઇ સામાજીક પ્રવૃતિ જેવી કે તાલુકાના મેદાનમાં હોલીકા દહન, વૃક્ષારોપણ, કીડીયારૂ સહિત અનેક સામાજીક પ્રવૃતિઓ હરહમેંશ આગળ હોય છે. જયસુખભાઇ સામાજીક પ્રવૃતિજી સાથે સાથે કોંગ્રેસી આગેવાન હોય પ્રજા પ્રશ્નો માટે હરહમેંશા તત્પર હોય છે.
ભાણાભાઇના હુલામણા નામથી પ્રચલીત જયસુખભાઇ સદા હસમુખ ચહેરે અનેક ચડાવ ઉતાર જોયા છે. સામાજીક આગેવાન એવા ભાણાભાઇ પટેલ સમાજમાં પણ અગ્રેસર રહી સેવા કરી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મો.૮૮૬૬૬૩૮૧૦૮ શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યા છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
