તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 23rd March 2025
ધોરણ પ માં અભ્યાસ કરતા 505 વિદ્યાર્થીઓએ જોડિયાના બે પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધો- 6 થી 12ની સ્કોલરશીપ માટે CETની પરીક્ષા આપી
120 ગુણના 120 MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા: CET મેરીટ ના આધારે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે

જોડીયા તાલુકામા 22મી માર્ચના રોજ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ પ માં અભ્યાસ કરતા 505 વિદ્યાર્થીઓએ જોડિયાના બે પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ 6 થી 12 ની સ્કોલરશીપ માટેની CETની પરીક્ષા આપી હતી
જેમાં 120 ગુણના 120 MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા. CET મેરીટ ના આધારે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવનાર છે .
પરીક્ષામાં ગેરરીતી ન થાય તેના માટે SOP મુજબ સુચારૂ આયોજન અને સંચાલન કરી ઉમેદવારો વિશ્વાસપૂર્વક અને નિર્ભય પણે પરીક્ષા આપી શકે તેમ જ આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય અને પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થાય તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી અને જિલ્લા શિક્ષણાઅધિકારી મેહતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ઉર્મિબેન સાગઠીયા તથા જોડિયાના શ્રીમતી યુ. પી. વી. કન્યા વિદ્યાલય કેન્દ્રના સંચાલક ક્રિષ્નાબા ચુડાસમા અને સાંઈ વિદ્યાલય વિનોદભાઈ કાનાણીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
