<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

IPL 2025ની પહેલી મેચમાં RCBએ 7 વિકેટથી KKRને હરાવ્યું : વિરાટ કોહલી 59 રને અણનમ

બેંગ્લુરુએ 16.2 ઓવરમાં 177 રન બનાવી લક્ષ્ય હાંસલ કર્યું : રજત પાટીદારે માત્ર 16 બોલમાં 34 રન ફટકાર્યા

 IPL 2025ની મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો સામનો કોલકાતા નાઈટરાઈડર્સ સાથે થવા જઈ રહ્યો છે. આ મેચમાં કોલકાતાનો 7 વિકેટથી પરાજય થયો છે. બેંગ્લોરની ટીમે 3 વિકેટ ગુમાવી 175 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અને કોહલીએ શાનદાર 59 રન સાથે નોટઆઉટ રહ્યો હતો. આ અગાઉ રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ ઓપનિંગ સેરેમન યોજાઈ હતી. IPLની પહેલી સીઝનમાં એટલે કે વર્ષ 2008માં જ્યારે કોલકાતાનો સામનો બેંગ્લોર સામે થયો હતો ત્યારે આવું પહેલી વાર બન્યું.

આ સાથે ફિલ સોલ્ટે 56 અને વિરાટ કોહલીના નોટઆઉટ 59 રનની મદદથી બેંગ્લુરુએ 16.2 ઓવરમાં 177 રન બનાવ્યા હતા. રજત પાટીદારે માત્ર 16 બોલમાં 34 રન બનાવ્યા હતા.

પહેલા બેટિંક કરતાં KKRએ આ મેચમાં 8 વિકેટ ગુમાવી 174 રન બનાવ્યા છે. કોલકાતા તરફથી કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધારે 56 રન બનાવ્યા હતા. જ્યારે RCB માટે કૃણાલ પંડયાએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના નવા કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા પહેલા બેટિંગ કરશે

IPL 2025ની પહેલી મેચ અગાઉ વિરાટ કોહલીનું સન્માન કરવામાં આવ્યું. BCCI અધ્યક્ષ રોજર બિન્નીએ વિરાટ કોહલીનું સન્માન કર્યું. કોહલી 18 સિઝનથી એક જ ટીમ માટે IPL રમી રહ્યો છે.

ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાના અવાજથી બધાને દિવાના બનાવી દીધા છે. તેમણે "આમી જે તોમર, શુધુ જે તોમર" ગીત ગાયું. પદ્માવતના ગીતો ઘૂમર ઘૂમર, ઘાયલ પરિંદા અને કર હર મેદાન ફતેહ જેવા રજૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમણે 'ઝિંદા હૈ તો પ્યાલા પુરા ભર', 'હટ્ટ જા હાથ જા રહે', 'રંગ દે બસંતી', 'ઓમ શાંતિ ઓમ', 'ઘર મોરે પરદેશિયા' વગેરે ગીતો ગાયા.

કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને અભિનેતા શાહરૂખ ખાને ઓપનિંગ સેરેમનીનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે IPL હવે 18 વર્ષનું થઈ ગયું છે. અમે કોલકાતાના આનંદ શહેરમાં સ્થિત છીએ. આ દુનિયાની શ્રેષ્ઠ લીગ છે.

(11:15 PM IST)