<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

રાજકોટ-મોરબી -ભુજ ટ્રેનનું મોરબીમાં સ્‍વાગત

ટ્રેન દરરોજ સવારે ૬:૫૦ કલાકે ભુજથી ઉપડશે, ૧૧:૨૨ કલાકે મોરબી અને બપોરે ૧:૩૫ કલાકે રાજકોટ પહોંચશે, ત્‍યાંથી ફરી બપોરે ૨:૩૦ કલાકે ઉપડશે, ૩:૫૧ કલાકે મોરબી અને રાતે ૯:૪૦ કલાકે ભુજ પહોંચશે

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૨ :   ભુજ-૨ાજકોટ વચ્‍ચે અઢી મહિના માટે સ્‍પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે  આ ટ્રેનથી મોરબી-રાજકોટ વચ્‍ચે પરિવહનમાં ઘણી સરળતા પડવાની છે પણ આ ટ્રેનમાં રાજકોટ-મોરબી વચ્‍ચેનું એસી ચેરનું ભાડું ખૂબ વધુ હોય એસીમાં મુસાફરી કરવી મોરબીના લોકોને પરવડે તેમ જ નથી.

રેલવે દ્વારા ઘણા લાંબા સમય બાદ ભુજ-મોરબી- રાજકોટ સ્‍પેશિયલ ટ્રેનનો ગઈકાલથી પ્રારંભ થતા આ ટ્રેનનું મોરબી રેલવે સ્‍ટેશન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ જ્‍યંતિભાઈ. જે. પટેલ, જે. પી. જેસવાણી સહિતના અગ્રણીઓએ સ્‍વાગત કર્યું હતું. આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જણાવ્‍યું હતું કે આ ટ્રેનની લાંબા સમયથી માંગ હતી એટલે રેલવે દ્વારા અઢી મહિના માટે શરૂ કરવામાં આવી છે. હવે આ ટ્રેન કાયમી શરૂ રહે તે દિશામાં -યત્‍નો થઈ રહ્યા છે.

આ ટ્રેનનું ટાઇમટેબલ જોઈએ તો આ ટ્રેન દરરોજ સવારે ભુજથી સવારે ૬:૫૦  એ ઉપડી મોરબી ૧૧:૨૨ કલાકે પહોંચશે. જ્‍યારે રાજકોટ બપોરે ૧:૩૫ કલાકે પહોંચશે. ત્‍યારબાદ આ ટ્રેન ફરી રાજકોટથી ૨:૩૦ કલાકે ઉપડશે. મોરબી બપોરે ૩:૫૧ કલાકે પહોંચશે અને રાત્રે ૯:૪૦ કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેનનો મોરબી, દહીંસરા, માળિયા મિયાણા, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ સ્‍ટેશન ઉપર હોલ્‍ટ રહેશે.

આ ટ્રેનમાં બે કેટેગરીમાં સીટીંગ છે. એક સેકન્‍ડ સીટીંગ અને બીજું એસી ચેર. સેકન્‍ડ સીટીંગનું મોરબી- રાજકોટ વચ્‍ચેનું ભાડું રૂ.૭૫ રાખવામાં આવ્‍યું છે. જ્‍યારે એસી ચેરનું મોરબી- રાજકોટ વચ્‍ચેનું ભાડું અધધધ રૂ.૫૦૫ રાખવામાં આવ્‍યું છે. હવે માત્ર એસી ચેરમાં બેસવા આટલા પૈસા ખર્ચીને રાજકોટ-મોરબી વચ્‍ચે કોણ મુસાફરી કરે તે પણ પ્રશ્‍ન છે. બીજી મહત્‍વની વાત એ છે કે રાજકોટ-ભુજ વચ્‍ચે એસી ચેરનું ભાડું રૂ.૫૩૫ રાખવામાં આવ્‍યું છે. આમ મોરબી-રાજકોટ વચ્‍ચેનું એસી ચેરનું જે ભાડું છે તેનાથી માત્ર રૂ.૨૦ જ વધુ છે. એટલે આ ભાડું પેસેન્‍જરોમાં અત્‍યારે ચર્ચાનો વિષય બન્‍યું છે.

રાજકોટથી મોરબી સમયસર આવી શકાશે, પણ મોરબીથી રાજકોટ વધુ ટાઈમ લાગશે.

રેલવેની ઓનલાઈન ટીકીટ બુક કરતી એપ્‍લિકેશનમાં આ ટ્રેનનો જે સમય દર્શાવવામાં આવ્‍યો છે તેમાં રાજકોટથી મોરબી પહોંચતા ૧ કલાક ૧૬ મિનિટ જેટલો સમય થશે તેવું જણાવાયુ છે. જો કે મોરબીથી રાજકોટ પહોંચતા ૨ કલાક ૮ મિનિટ જેટલો સમય થશે તેવું દર્શાવાયુ છે.

 

(2:08 PM IST)