<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

આજી નદીના પટ્ટમાંથી નમકીનના ૨૦૦થી વધુ પેકેટ મળ્‍યાઃ મનપાએ નાશ કર્યો : જુઓ વિડિયો

પેકેટ પરના બેન્‍ચ નંબરના આધારે ફૂડ વિભાગ તપાસ હાથ ધરશેઃ સોલીડ વેસ્‍ટશાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરની આજીનદીમાં રામનાથપરા બેઠાપુલની બાજુમાં નમકીનના પેકેટનો મોટો જથ્‍થો કોઈ ફેકી ગયાની બાતમી મળતા મનપાના આરોગ્‍ય અને ફૂડ વિભાગે તપાસ કરતા માલુમ પડેલ કે, એક્‍સપાયરી ડેટ થયેલા વેફર સહિતના પેકેટો ફેંકી દેવામાં આવ્‍યા હતાં. આથી સોલીડવેસ્‍ટ વિભાગ દ્વારા આ પેકેટનો દુર ઉપયોગ ન થાય તે હેતુથી નાશ કરી પેકેટ ઉપર દર્શાવેલ બેંચ નંબરના આધારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આજીનદીમાં રામનાથપરા બેઠાપુલની બાજુમાં નમકીનના પેકેટનો મોટો જથ્‍થો બીનવારસી હાલતમાં કોઈ ફેંકી ગયાની બાદમી આરોગ્‍ય વિભાગને મળતા ફૂડ વિભાગને સાથે રાખી આરોગ્‍ય વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માલુમ પડેલ કે, આતમામ જથ્‍થો એક્‍સપાયરી ડેટ થઈ ગયેલ હોય ફેંકી દેવામાં આવ્‍યો હતો.આ અંગે સતાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ પેકેટ ઉપર દર્શાવેલા બેચ નંબરના આધારે આ ખાદ્ય પદાર્થ કયારે બનાવવામાં આવેલ તેમજ તેનું વેચાણ કયારે કરવામાં આવેલ અને છેલ્લે ડીસ્‍ટ્રીબ્‍યુટર પાસેથી આ જથ્‍થો કઈ કઈ દુકાનમાં પહોંચેલ તે સહિતની બાબતની તપાસ કરવામાં આવશે. જેમાં કસુરવાર થયે ખાદ્યપદાર્થ બનાવનાર ફેક્‍ટરી વિરુદ્ધ ફુડ વિભાગના નિયમો મુજબ પગલા લેવામાં આવશે. હાલ પુરતો જથ્‍થાનો નાશ કરી ફૂડ વિભાગને બેંચ નંબરના આધારે તપાસ કરવાના આદેશ અપાયા છે.

(3:24 PM IST)