<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

અંડર વર્લ્‍ડ સાથે કનેક્‍શન ધરાવતા મોટા માથાઓની મિલકત પર હથોડા ઝીંકયા બાદ ૧૬ વીજ કનેક્‍શન કપાયા

સૂરતમાં ડીસીપી ભગીરથ ગઢવી, એસીપી ચિરાગ પટેલના માર્ગદર્શનમાં ઉધના પીઆઇ એસ.એન. દેસાઇ ટીમ ગુંડાઓ સામેની સીપીની ઝુંબેશમાં અડીખમ ટેકારૂપ બન્‍યા

રાજકોટ તા.  રર :.. અસામાજિક તત્‍વો વિરૂદ્ધ પાસા, વોન્‍ટેડ આરોપીઓને રાજ્‍ય બહારથી ઝડપવા,ગેર કાયદે મિલકતો પર બુલડોઝર, હથોડા ઝીંકવા સહિતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં સીધા માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ જંગમાં કુલ ૧૬ વીજ કનેકશનો કાપી નાખતા હવે અસામાજિક તત્ત્વોને પગ નીચે રેલો આવ્‍યો છે. કરવા કોમ્‍બીગનુ આયોજન કરવા સારૂ જરૂરી સુચનાઓ આપવામા આવેલ.

જે અનુસંધાને ઝોન-૦૨ નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સ. મ તથા સી  ડિવીઝન નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એન.દેસાઇ તથા સર્વેલન્‍સ પો.સ.ઇ એમ.કે.ઇશરાણી તથા પો.સ.ઇ બી.કે.વાઘેલા તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જેમાં DGVCL ના કર્મચારીઓને સાથે રાખી ઉધના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા બી.આર.સી ચોકી વિસ્‍તાર તથા ભાઠેના ચોકી વિસ્‍તારમાં સરપ્રાઇઝ કોમ્‍બીગનુ આયોજન ગોઠવવામા આવેલ જેમા શરીર સંબધી ગુનાઓમા સંડોવાયેલ અસામાજીક તત્‍વો દ્રારા ગેરકાયદેશર વિજકનેકશન લીધેલ જે DGVCL કર્મચારી દ્રારા કાર્યવાહી કરેલ જે નીચે મુજબ કાર્યવાહી કરેલ છે.

(4:46 PM IST)