તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
દેડિયાપાડા ખાતે બાળમજુરી કરાવતા ગેરેજ પરથી ટાસ્ક ફોર્સ કમિટીએ રેડ કરી તરુણ શ્રમિકને મુક્ત કરાવ્યો
ઓટો ગેરેજમાં કામ કરતાં એક તરુણ શ્રમિકને ટાસ્ક ફોર્સ કમિટીએ મુક્ત કરાવ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા તા.૨૦-૦૩-૨૦૨૫ના રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ટાસ્કફોર્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન જોખમી વ્યવસાયમાં કામ કરતાં એક તરૂણ શ્રમિકને મુક્ત કરવવામાં આવ્યો હતો
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડા ખાતે રેડ કરતી સંસ્થા મારૂતી ઓટો ગેરેજ, મુ.બીરસામુંડા ચોક, સાગબારા રોડ, તાલુકો દેડિયાપાડા ખાતે જોખમી વ્યવસાયમાં એક તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમિયાન જોખમી વ્યવસાયમાં તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવતા, તે તરુણને બાળ મજુરીમાંથી મુક્ત કરાવી કાર્યવાહી કરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે સોપવામાં આવેલ છે. અને કામે રાખનાર સંસ્થા અને માલિક સામે શ્રમિકનું નિવેદનો લઈને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં નર્મદાના ઇ.ચા સરકારી શ્રમ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદામાંથી આઉટ રીચ વર્કર પોલીસ સ્ટેશન, રાજપીપલા તરફથી પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તરફથી પ્રોજેક્ટ કો-ઓડીનર દ્વારા સંસ્થા સામે દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર સહિતની નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
