News of Saturday, 22nd March 2025
૨૪ મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર, દ્વારા ટીબી મુક્ત ભારત, જન આંદોલન જન જાગૃતિ રેલોનું આયોજન
રેલી જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ માંથી પ્રારંભ થઈને સફેદ ટાવર, સંતોષ ચોકડી, તાલુકા આરોગ્ય કચેરી ટેકરા ફળિયા, રાજપીપલા ખાતે પૂર્ણાહુતી થશે

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે "૨૪ મી માર્ચ, ના રોજ વિશ્વ ક્ષય દિવસ” ની થીમ " Yes ! WE CAN # End TB, Commit, Invest, Deliver ! ઉજવણી અંતર્ગત "ટીબી હારેગા દેશ જીતેગા" ઉજવણી ના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર, દ્વારા 'ટીબી મુક્ત ભારત, જન આંદોલન “જન જાગૃતિ રેલોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૪ મી માર્ચ ૨૦૨૫ના રોજ સવારે 07:00 કલાકે જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા, જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાથી પ્રારંભ થઈને સફેદ ટાવર, સંતોષ ચોકડી, તાલુકા આરોગ્ય કચેરી ટેકરા ફળિયા, રાજપીપલા ખાતે પૂર્ણાહુતી થશે, તેમ જિલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યું છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
