તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ચીનની ભારત વિરુદ્ધ વધુ એક નાપાક હરકત: ડ્રેગનનું ઘાતક યુદ્ધ વિમાન ભારતીય સરહદમાં ઘૂસીને સિક્કિમ સેક્ટર પર આસમાને આડેધડ ૨૦ મિનિટ સુધી મનમાની કરતું રહ્યું:સુરક્ષા એજન્સીઓમાં ભારે હાહાકાર
આકાશમાં ભારતીય રડારને પડકાર ફેંકતા ચીની ફાઇટર જેટની ઘૂસણખોરીથી દેશભરમાં ભારે આક્રોશ: એરસ્પેસના ભંગની આ અત્યંત ગંભીર ઘટનાથી દેશના સુરક્ષા વર્તુળોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સરહદેથી એક અત્યંત ચોંકાવનારી, ગંભીર અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાડોશી દેશ ચીનનું એક ઘાતક લડાકુ (યુદ્ધ) વિમાન ભારતીય આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન કરીને સીધું ભારતીય હદમાં ઘૂસી આવ્યું હતું. એટલું જ નહીં, આ ચીની ફાઇટર જેટ સિક્કિમ સેક્ટર ઉપર આકાશમાં કોઈપણ રોકટોક વગર પૂરી ૨૦ મિનિટ સુધી આંટાફેરા મારતું રહ્યું હતું, જેને પગલે દેશની સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનનું વિમાન ભારતીય સરહદમાં ઘુસવાની આ ઘટના ૧૨મી તારીખની એટલે કે ગત સપ્તાહની છે. જે વિસ્તારમાં આ ચીનનું એરક્રાફ્ટ ઘૂસ્યું હતું તેને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, સિલિગુડી કોરિડોર એટલે કે ચિકન નેક તરીકે ઓળખાતા આ વિસ્તાર નજીક જ ચીનનું આ એરક્રાફ્ટ જોવા મળ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારે આઠ વાગ્યા આસપાસ ઇન્ડિયન એરફોર્સે ચીનના આ વિમાનની ઘૂસણખોરીની નોંધ લીધી હતી. બાદમાં અનેક ચેતવણીઓ પણ જારી કરવામાં આવી હતી તેમ છતા યુદ્ધ વિમાન પરત નહોતું જઇ રહ્યું. આશરે ૨૫,૦૦૦ ફૂટની ઉંચાઇ પર આ ચીની વિમાન ડિટેક્ટ થયું હતું.
જે વિસ્તારમાં આ ચીનનું વિમાન જોવા મળ્યું ત્યાં ચિકન નેક તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ નજીક આવેલો છે અને માત્ર ૨૦થી ૨૨ કિમી સુધીનો જ છે. સુરક્ષાને લઇને આ વિસ્તાર અત્યંત સંવેદનશિલ માનવામાં આવે છે કેમ કે આ વિસ્તાર જ ભારતને પૂર્વોત્તર બાજુના કેટલાક રાજ્યો સાથે જોડે છે. જે સિક્કિમમાં ચીનનું આ યુદ્ધ વિમાન જોવા મળ્યું તે દોકલામ નજીક આવેલ છે. ૨૦૧૭માં ચીન અને ભારતીય સૈન્ય બન્ને આ વિસ્તારમાં સામસામે આવી ગયા હતા. જોકે ચીનના યુદ્ધ વિમાનો ભારતની સરહદમાં ઘૂસવાની આ કોઇ પ્રથમ ઘટના નથી, જૂન ૨૦૨૨માં લદ્દાખમાં પણ ચીનનું એક યુદ્ધ વિમાન જોવા મળ્યું હતું. લદ્દાખ સરહદે જ્યારે બન્ને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા ત્યારે પણ ચીનના સૈન્ય હેલિકોપ્ટર જોવા મળ્યા હતા. ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં ૨૦૧૭માં ચીનના બે ચોપર પ્રવેશ્યા હતા.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
